ભોપાલ : મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સરદાર પટેલ જન્મ જ્યંતિએ કહ્યું કે, કોંગ્રેસે સરદાર વલ્લભભાઇ પટેલને કયારેય સન્માન આપ્યું નથી. જેણે આ દેશને એક સુત્રમાં પરોવ્યો હતો. કોંગ્રેસ એમને ભુલી ગઇ. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરૂ છું કે એમણે આજે સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને રાષ્ટ્રને અર્પણ કરી છે. આ પટેલને અપાયેલી સાચી શ્રધ્ધાંજલિ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએમ ચૌહાણે કહ્યું કે, જો એ સમયે સરદાર પટેલ ના હોત તો દેશને એક સુત્રમાં બાંધી ન શકાત. જો કાશ્મીર જવાહરલાલ નહેરૂને બદલે સરદાર પટેલના હાથમાં હોત તો પાકિસ્તાન પાસે એનો ત્રીજો ભાગ ન હોત. આ ભારતનું દુર્ભાગ્ય છે કે સરદાર પટેલ આ દેશના વડાપ્રધાન ન બની શક્યા. કોંગ્રેસે પટેલની સાથે શું કર્યું, એ ફરીથી કહેવાની જરૂર નથી. 


સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લુ મુકાયું
સરદાર વલ્લભભાઇ પટેલની 143મી જન્મ જ્યંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નર્મદા નદીના ઘાટ પર 182 મીટર ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કર્યું હતું. પ્રતિમાના અનાવરણ બાદ કાર્યક્રમને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશને સમર્પિત કરી જે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે.


વિધાનસભા ચૂંટણી 2018 : જાણો વધુ સમાચાર