કમલનાથના ફ્લોર ટેસ્ટ પર શંકા યથાવત, બજેટ સત્રના એજન્ડામાં ઉલ્લેખ નહીં
મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારના ફ્લોર ટેસ્ટ પર પહેલાથી શંકા છે. એમપી વિધાનસભાના સ્પીકર એનપી પ્રજાપતિએ સોમવારે ફ્લોર ટેસ્ટ થવાના સવાલ પર કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી.
ભોપાલઃ મધ્ય પ્રદેશની કમલનાથ સરકારના સોમવારે થનારા ફ્લોર ટેસ્ટ પર શંકા યથાવત છે. મધ્ય પ્રદેશ વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસના એજન્ડામાં ફ્લોર ટેસ્ટનો ઉલ્લેખ નથી. રવિવારે સાંજે જારી એન્ડામાં માત્ર રાજ્યપાલના અભિભાષણની વાત કરવામાં આવી છે. આ પહેલાં તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે સોમવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે.
મધ્ય પ્રદેશ ભાજપ અને કોંગ્રેસ બંન્ને તેને કેન્દ્ર બનાવીને પોતાની રણનીતિ નક્કી કરી રહ્યાં હતા. મધ્ય પ્રદેશના સીએમ કમલનાથે રવિવારે સાંજે 7 કલાકે પોતાના આવાસ પર ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે બેઠક બાદ ખુદ કમલનાથ મીડિયા સામે આવીને નિવેદન આપશે. પરંતુ બેઠક સમાપ્ત થયા બાદ કોંગ્રેસના કોઈપણ નેતાએ તેના પર સવાલના જવાબ ન આપ્યા. ગૃહ પ્રધાન બાલા બચ્ચને માત્ર એટલું કહ્યું કે બેઠક દરમિયાન બજેટ સત્ર વિશે ચર્ચા થઈ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube