ભોપાલઃ મધ્યપ્રદેશથી મોટા સમાચાર આવી રહ્યાં છે. મધ્યપ્રદેશ વિધાનસભાના અધ્યક્ષે બેંગલુરૂમાં રહેલા બળવાખોર 16 ધારાસભ્યોના રાજીનામાં સ્વીકારી લીધા છે. આ સાથે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 92 પર આવી ગઈ છે. તો આ સાથે માહિતી મળી રહી છે કે મુખ્યપ્રધાન કમલનાથ કાલે બપોરે 12 કલાકે પત્રકાર પરિષદ યોજીને રાજીનામું આપી શકે છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા રાજકીય નાટક પર સુપ્રીમ કોર્ટે કમલનાથ સરકારને શુક્રવારે સાંજે 5 કલાક સુધી ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહ્યું હતું સુપ્રીમ કોર્ટે
સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના સીએમ કમલનાથને ઝટકો આપતા શુક્રવારે બહુમત સાબિત કરવાનું કહ્યું હતું. આ મામલામાં ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં એમપી વિધાનસભાના સ્પીકર એનપી પ્રજાપતિને આદેશ આપ્યો કે તે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવે અને ફ્લોર ટેસ્ટ કરાવે. કોર્ટે 20 માર્ચે સાંજે 5 કલાક સુધી ફ્લોર ટેસ્ટની પ્રક્રિયા પૂરી કરવાનું કહ્યું હતું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...