વિદિશાઃ મધ્યપ્રદેશના વિદિશામાં એક કુવામાં ઓછામાં ઓછા 15 લોકો પડી જવાની ઘટના સામે આવી છે. ઘટના વિદિશાના ગંજબસૌદા વિસ્તારમાં થઈ છે. ઘટનાનું કારણ હજુ સામે આવ્યું નથી. બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને ઘટનાસ્થળ માટે રવાના કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી પ્રમાણે ગંજબસૌદાના લાલ પઠાર ગામમાં થઈ છે. કુવામાં સૌથી પહેલા એક બાળક પડી ગયું હતું. તેને કાઢવાના પ્રયાસમાં લોકોની ભીડ ત્યાં ભેગી થઈ. કુવાની દીવાલ ભીડનો ભાર સહન ન કરી શકી અને તૂટી ગઈ. તેના કારણે 20થી વધુ લોકો કુવામાં પડી ગયા હતા. તેમાંથી કેટલાક લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે જ્યારે હજુ ઘણા લોકો કુવાની અંદર છે. 


આ કુવામાં માત્ર વચ્ચેનો ભાગ ખુલો રહેતો હતો, બાકી ભાગ બંધ હતો. બાળકોને શોધવા માટે લોકો કુવાની છત પર ચઢી ગયા. ભીડના દવાબને કારણે બંને તરફથી છત ધરાશાયી થઈ હતી. તેના કારણે છત પર ઉભેલા લોકો પાણીમાં પડી ગયા. સરપંચ પ્રમાણે આ કુવો આશરે 30 ફુટ ઉંડો છે. જેમાં 20 ફુટ પાણી ભરેલું છે. 
 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube