મધ્ય પ્રદેશમાં ગજબ ઉથલપાથલ, કોંગ્રેસના આ દિગ્ગજ નેતા ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ
મધ્ય પ્રદેશના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાઈ શકે છે.
નવી દિલ્હી: મધ્ય પ્રદેશના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોનું માનીએ તો જ્યોતિરાદિત્ય સિંધિયા ને ભાજપે રાજ્યસભા સીટ અને મોદી સરકારમાં કેબિનેટ મંત્રી બનવાની ઓફર આપી છે. હાલ જ્યોતિરાદિત્ય સિંધિયા દિલ્હીમાં છે. એવી અટકળો કરવામાં આવી રહી હતી કે જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. હાલ સોનિયા ગાંધી સાથે મુલાકાતનો સમય નક્કી નથી.
મધ્ય પ્રદેશમાં સિંધિયા જૂથના 20 ધારાસભ્યો કર્ણાટકમાં છે જેમાં 6 મંત્રીઓ પણ સામેલ છે. આ બાજુ રાજ્યમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ બાદ મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને પોતાની હોળીની રજાઓ રદ કરી છે અને તેઓ ભોપાલ પાછા ફરશે. રાજ્યપાલ 5 દિવસની રજા પર લખનઉ ગયા હતાં.
તમામ મંત્રીઓએ કમલનાથને સોંપ્યુ રાજીનામું
કમલનાથના તમામ મંત્રીઓએ સીએમને રાજીનામું સોંપી દીધુ છે. ભોપાલમાં આ ઈમરજન્સીની સ્થિતિમાં કેબિનેટમાં કમલનાથ પ્રત્યે આસ્થા વ્યક્ત કરતા તમામ મંત્રીઓએ રાજીનામા સોંપ્યાં. ત્યારબાદ કમલનાથને નવા મંત્રીમંડળનો અધિકાર મળી ગયો છે. એવું કહેવાઈ રહ્યું છે કે આસ્થા જતાવવા અને બળવાખોરો પર દબાણ સર્જવા માટે આ બધુ થઈ રહ્યું છે. કમલનાથે ફેંસલો પોતાના મંત્રીઓ પર છોડ્યો છે.
અમિત શાહ સાથે બેઠક
મધ્ય પ્રદેશના રાજકીય ઘટનાક્રમ પર ભાજપે પણ નજર રાખી છે. દિલ્હીમાં મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક થઈ છે. કહેવાય છે કે આ દરમિયાન રાજ્યના રાજકીય ઘટનાક્રમ પર ચર્ચા થઈ.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube