બડવાની: ઉમા ભારતી સરકારમાં રાજ્ય મંત્રી અને 4 વખત ધારાસભ્ય રહી ચુકેલા ભાપના વરિષ્ઠ નેતા દેવિ સિંહ પટેલનું રવિવાર રાત્રે તેમના ગૃહગ્રામમાં બાંદારકચ્છમાં હાર્ટ એટકથી નિધન થયું છે. 2013ના વિધાનસભા ચૂંટણીમાં બાલા બચ્ચનથી ચૂંટણી હાર્યા બાદ ભાજપાએ ફરી એકવાર દેવી સિંહ પટેલને ટીકિટ આપી વિશ્વાસ દેખાડ્યો હતો. પરંતુ ગઇકાલે અચાનક જ દેવી સિંહનું નિધન થઇ ગયું છે. દેવી સિંહના નિધન બાદ ભાજપે પણ શોક વ્યક્ત કર્યો હતો. પરંતુ ક્યાંકને ક્યાંક ભાજપ પણ દેવી સિંહના નિધન પછી વિચારમાં પડી ગઇ છે કે રાજપુરથી હવે ઉમેદવાર કોણ હશે.


4 વાર ધારાસભ્ય રહી ચુક્યા દેવી સિંહ પટેલ
તમને જણાવી દઇએ કે 2013ની વિધાનસભા ચૂંટણીમાં દેવી સિંહને કોંગ્રેસ ઉમદવારથી બાલા બચ્ચનમાં મોટા મતોના અંતરથી હરાવ્યા હતા. પરંતુ આ પહેલા દેવી સિંહએ 2008માં રાજપુરમાં જીત હાંસલ કરી હતી. જણાવી દઇએ કે રાજપુર વિધાનસભા બેઠક 2008માં નવા સિંમાકન બાદ અસ્તિત્વમાં આવી હતી. આ પહેલા દેવી સિંહ પટેલ 3 વાર વિધાનસભા બેઠકના ધારાસભ્ય રહી ચૂક્યા છે. એવામાં 2013માં દેવી સિંહને ચૂંટણી હાર્યા બાદ ભાજપે ફરી એક વાર તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો...