નવી દિલ્હી: છત્તીસગઢના દંતેવાડા જિલ્લાના કિરંદુલ પોલીસ સ્ટેશન વિસ્તારના ચોલનાર માર્ગ પર નક્સલીઓ દ્વારા IED વિસ્ફોટમાં 5 જવાનો શહીદ થયા. નક્સલીઓએ સીઆરપીએફની ગાડી પર તેઓ જ્યારે કિરંદુલની ITની XUVથી સર્ચિંગ ઓપરેશનથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે હુમલો કર્યો. વિસ્ફોટ જે વિસ્તારમાં થયો છે તે કિરંદુલ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવે છે. વિસ્ફોટમાં શહીદ થયેલા 5 જવાનોમાંથી બધા જવાનો જિલ્લા પોલીસ દળના હતાં. અત્રે જણાવવાનું કે હુમલા દરમિયાન ગાડીમાં 7 જવાનો સવાર હતાં. હુમલામાં 6 જવાન શહીદ થયા જ્યારે એક જવાન ઘાયલ થયો છે. વિસ્ફોટ બાદ નક્સલીઓએ પોલીસ પર ફાયરિંગ પણ કર્યું હતું. ત્યારબાદ બધાના હથિયારો લૂંટીને જંગલ બાજુ ભાગી ગયાહતાં. શહીદ જવાનોની પુષ્ટિ કરતા એએસપી બધેલે જણાવ્યું કે હુમલામાં 5 જવાનો શહીદ થયા અને 2 ગંભીર રીતે ઘાયલ થયાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરક્ષાદળોની અવરજવર પર નક્સલીઓની હતી નજર
અત્રે જણાવવાનું કે તમામ જવાનો કિરંદુલ ચોલનાર માર્ગ પર થઈ રહેલા સડક નિર્માણના કાર્યને સુરક્ષા આપવા માટે રવાના થયા  હતાં. નક્સલીઓએ આ દરમિયાન ગાડીને નિશાન બનાવતા IED બ્લાસ્ટ કર્યો. જેમાં 6 જવાનો શહીદ થયાં. 5 જવાનોના વિસ્ફોટમાં અને એક જવાનનું મોત સારવાર દરમિયાન થયું. બે ઘાયલ જવાનોને કિરંદુલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અત્રે જણાવવાનું કે કિરંદુલ જવા માટે માત્ર એક જ રસ્તો છે અને નક્સલીઓએ એ  રસ્તા પર ઘાત લગાવીને હુમલો કર્યો. ઘટના બાદ સુરક્ષાદળોની પોતાની સુરક્ષાને લઈને મોટી ચૂક સામે આવી છે. તમામ જવાનોને આવા વિસ્તારોમાં નિકળતી વખતે અલગ અલગ નિકળવાના નિર્દેશ અપાય છે. આવામાં જવાનો એકસાથે નિકળ્યા તે તેમની મોટી ભૂલ થઈ ગઈ.



હુમલાની સીએમ રમને કરી નિંદા
કિરંદુલમાં થયેલા નક્સલી હુમલાની રાજ્યના મુખ્યમંત્રી રમન સિંહે આકરી ટીકા કરી છે. હુમલાની વખોડતા તેમણે કહ્યું કે નક્સલીઓ દ્વારા પોલીસ દળ પર હુમલો કાયરતાપૂર્ણ હરકત છે. નક્સલીઓના આવા હુમલાથી માલુમ પડે છે કે તેઓ વિકાસનો વિરોધ કરે છે. તેઓ પ્રદેશનો વિકાસ થાય તેમ ઈચ્છતા નથી. નક્સલીઓ દ્વારા પોલીસ દળ પર આવા હુમલા માટે જડબાતોડ જવાબ  આપીશું. મળતી માહિતી મુજબ નક્સલીઓ કેટલાય દિવસથી સુરક્ષાદળોની અવરજવર પર નજર જમાવીને બેઠા હતાં. પોલીસ દળની અવરજવરની માહિતી મળ્યા બાદ નક્સલીઓએ 50 કિલોથી વધુ વિસ્ફોટક પુલિયા નીચે લગાવી દીધો હતો. આટલો વિસ્ફોટક કોઈ પણ બુલેટપ્રુફ ગાડીને ઉડાવવા માટે પુરતો છે.