ભોપાલઃ Madhya Pradesh News: મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંચ પરથી બે અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપી દીધો છે. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ તાળીઓ મુખ્યમંત્રીના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. એટલું જ નહીં શિવરાજ સિંહ ચૌહાણે તે પણ કહ્યું કે, તપાસ બાધ જેલ મોકલવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે ઘટના?
હકીકતમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જેરોનમાં પીએમ આવાસ યોજનામાં અનિયમિતતાઓને લઈને નિવાડીમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન રાજ્યના અધિકારીઓને ફટકાર લગાવી હતી. એટલું જ નહીં જે બે અધિકારીઓ પર ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લાગ્યો તેનું નામ મંચ પરથી જાણી અને સસ્પેન્ડ કરવાનો આદેશ આપી દીધો હતો. 


સીએમ શિવરાજે કહ્યુ- પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રધાનમંત્રી પૈસા મોકલે છે અને હું પણ પૈસા મોકલુ છું. ગરીબોના મકાન બનાવવા માટે. પરંતુ મને માહિતી મળી છે કે જેરોનમાં આવાસ યોજનાના પૈસામાં ભારે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. 


દિલ્હી પોલીસે આતંકીઓના મોટા ષડયંત્રને કર્યું નિષ્ફળ, બે પાકિસ્તાની સહિત 6 આતંકીની ધરપકડ


નામ જાણ્યા બાદ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ કે, આ બંનેને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવે છે, ભલે તે ગમે ત્યાં હોય. તેમણે કહ્યું- અત્યારે આદેશ કાઢો અને તેની તપાસ થશે. માત્ર સસ્પેન્ડ નહીં, ઈઓડબ્લ્યૂને તપાસ આપી જેટલા પૈસા ખાધા છે તેને જેલ મોકલાવીશ. જનતા માટે અમે પૈસા મોકલીએ અને તે વચ્ચે ખાય જાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube