ઇંદોર : લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ સમગ્ર દેશમાં કોંગ્રેસ સંગઠનમાં ચાલી રહેલ ઉથલ- પાથલ વચ્ચે મધ્યપ્રદેશમાં પાર્ટીના અધ્યક્ષ ઝડપથી બદલવામાં આવી શકે છે. આ વાતને સ્પષ્ટ સંકેત મુખ્યમંત્રી પોતે મુખ્યમંત્રી કમલનાથે શનિવારે સાંજે આપ્યા જે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની વધારાની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બદલવામાં આવવાની ચર્ચા અંગે પુછવામાં આવતા કમલનાથે કહ્યું, મે મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી બનતા પહેલા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપતા પાર્ટી હાઇકમાન્ડને કહ્યું હતું કે, સંગઠનનો હોદ્દો કોઇ અન્ય નેતાઓને આપવામાં આવે. ત્યારે મને  કહેવામાં આવ્યું હતું કે, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પર જળવાઇ રહું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી કોંગ્રેસનો કલહ સામે આવ્યો, શીલાના નિર્ણયને પીસી ચાકોએ 24 કલાકમાં રદ્દ કર્યો
એપ્રીલ 2018માં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવેલા વરિષ્ઠ રાજનેતાઓએ કહ્યું કે, તો નવા અધ્યક્ષ (પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ) બનશે. અમને ભાજપની ચૂંટણી મશીનરી બનાવવાની છે. અમે કોંગ્રેસ સંગઠનને એક નવી દ્રષ્ટીથી આકાર આપવાનો છે. બીજી તરફ કોંગ્રેસના મીડિયા વિભાગના પ્રદેશ એકમના પ્રમુખ શોભા ઓઝાએ કહ્યું કે, કમલનથાન કોંગ્રેસ હાઇકમાન્ડને મળવા જઇ રહ્યા છે. મધ્યપ્રદેશ કોંગ્રેસ સંગઠનનો નવો અધ્યાદેશ મળશે. 


મંગળસુત્ર-સિંદુર અંગે નુસરતે કહ્યું, મારા પહેરવેશ પર ટીપ્પણીનો કોઇને અધિકાર નહી


હેલ્થ મિનિસ્ટ્રીની બેઠકમાં લાગ્યો બિસ્કિટ પર પ્રતિબંધ, હવે અધિકારી ખાશે ચણા અને બદામ


પ્રદેશના ગૃહમંત્રી બાલા બચ્ચનને પણ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદના દાવેદાર માનવામાં આવી રહ્યા છે. રાજ્યના લોકો નિર્માણ મંત્રી સજ્જન સિંહ વર્મા કોંગ્રેસનાં નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે બચ્ચનના નામની ભલામણ કરી ચુક્યા છે. વર્માએ 17 જુને એક નિવેદનમાં કહ્યું હતું કે, આદિવાસી સમુદાય સાથે સંબંધધરાવતા બચ્ચનને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાથી જનજાતીય વર્ગમાં સારો સંદેશ જશે.