મંગળસુત્ર-સિંદુર અંગે નુસરતે કહ્યું, મારા પહેરવેશ પર ટીપ્પણીનો કોઇને અધિકાર નહી

તૃણમુલ કોંગ્રેસ સાંસદ નુસરત જહાં દ્વારા મંગળસુત્ર પહેરવા અને સિંદુર લગાવવાનો વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યા. નુસરત જહાની વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો છે. ફતવા દેવબંધના ધર્મગુરૂઓ દ્વારા ઇશ્યું કરવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે મુસ્લિમ યુવતીઓને માત્ર મુસ્લિમ યુવકો સાથે જ લગ્ન કરવા જોઇએ. 
મંગળસુત્ર-સિંદુર અંગે નુસરતે કહ્યું, મારા પહેરવેશ પર ટીપ્પણીનો કોઇને અધિકાર નહી

નવી દિલ્હી : તૃણમુલ કોંગ્રેસ સાંસદ નુસરત જહાં દ્વારા મંગળસુત્ર પહેરવા અને સિંદુર લગાવવાનો વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યા. નુસરત જહાની વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો છે. ફતવા દેવબંધના ધર્મગુરૂઓ દ્વારા ઇશ્યું કરવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે મુસ્લિમ યુવતીઓને માત્ર મુસ્લિમ યુવકો સાથે જ લગ્ન કરવા જોઇએ. 

હેલ્થ મિનિસ્ટ્રીની બેઠકમાં લાગ્યો બિસ્કિટ પર પ્રતિબંધ, હવે અધિકારી ખાશે ચણા અને બદામ
આ અંગે પ્રતિક્રિયા આપતા નુસરત જહાએ કહ્યું કે, એક સમાવેશી ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. જે કોઇ જાતી પંથ, અને ધર્મની બાધાઓથી પરે છે. હું તમામ ધર્મોનું સન્માન કરુ છું. હું હજી પણ એક મુસ્લિમ છું. કોઇને પણ તે અંગે ટિપ્પણી ન કરવી જોઇએ. મારે શું પહેરવું અને શું નહી તેનો નિર્ણય હું જ કરીશ.

માલ્યા, નીરવ મોદી જેવા ભાગેડૂનો મુદ્દો ભારતે G-20માં ઉઠાવ્યો, કહ્યું- તેની વિરુદ્ધ થાય કાર્યવાહી
નુસરતે 19 જુનના રોજ કારોબારી નિખિલ જૈન સાથે તુર્કીમાં લગ્ન કર્યા હતા. તેઓ પશ્ચિમ બંગાળના બશીરહાટના સાંસદ છે. તેઓ 3.5 લાખ વોટોથી જીત્યા. મુસ્લિમ ધર્મગુરૂ અસદ વસમીએ કહ્યું કે, તપાસ બાદ ખબર પડી કે નુસરે જૈન ધર્મના યુવક સાથે લગ્ન કર્યા છે. ઇસ્લામ કહે છેકે મુસ્લિમનાં લગ્ન મુસ્લિમ સાથે જ થવા જોઇએ. નુસરત એક અભિનેત્રી છે અને અભિનેતા-અભિનેત્રીઓ ધર્મની ફિકર નથી કરતા. જે તેમનું મન કરે છે. તેનું જ પ્રદર્શન તેમણે સંસદમાં કર્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news