ઈન્દોરઃ જે વિસ્તારમાં થયો હતો ડોક્ટરોની ટીમ પર હુમલો, ત્યાં નિકળ્યા 10 પોઝિટિવ કેસ
ડોક્ટરોની એક ટીમ પર આ જગ્યાએ હુમલો થયો હતો. ડોક્ટરોએ ભાગીને ત્યાંથી જીવ બચાવ્યો હતો. બે ડોક્ટરોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કઈ રીતે બેકાબૂ ટોળુ તેમની પાછળ પડી ગયું હતું.
ઈન્દોરઃ મધ્ય પ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોર કોરોના વાયરસના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત છે. ડોક્ટરોની એક ટીમ જ્યાં પર તપાસ માટે પહોંચી તેના પર પથ્થરમારો થયો હતો. હવે જે રિપોર્ટ આવ્યો છે, તેમાં જાણવા મળ્યું છે કે આ વિસ્તારમાં કોરોનાના 10 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ વિસ્તાર ઈન્દોરના ટાટપટ્ટી બાખલ એરિયામાં આવે છે.
ડોક્ટરોની ટીમ પર પથ્થરમારો
ડોક્ટરોની ટીમ જ્યારે આ વિસ્તારમાં પહોંચી તો ટોળાએ તેના પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન ડોક્ટરોએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. ડોક્ટરો પર પથ્થરમારાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું કે, કઈ રીતે ટોળુ ડોક્ટરો પર પથ્થર ફેંકી રહ્યું છે. ડોક્ટરો તે ટોળાથી બચતા ત્યાંથી ભાગતા જોવા મળ્યા હતા.
દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 3500ને પાર, અત્યાર સુધી 77 લોકોના મોત
16 દર્દીઓ પોઝિટિવ
સ્વાસ્થ્ય વિભાગ તરફથી મોડી રાત્રે જારી કરવામાં આવેલા મેડિકલ બુલેટિન અનુસાર 3 અને એપ્રિલે મોકલવામાં આવેલા સેમ્પલમાં 16 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. 16માંથી 10 લોકો આ ટાટપટ્ટી બાખલ વિસ્તારના છે, જ્યાં પથ્થરમારો થયો હતો. તેમાંથી 5 પુરૂષ અને 5 મહિલાઓ છે. પોઝિટિવ આવેલા લોકોની ઉંમર 29 વર્ષથી 60 વર્ષ સુધી છે.
અત્યાર સુધી 13 લોકોની ધરપકડ
લેડી ડોક્ટરો પર હુમલાના મામલામાં અત્યાર સુધી 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ પૂછપરછમાં પોલીસને ઘણી મહત્વની જાણકારી મળી છે. આરોપીઓએ પોલીસ સામે તે ખુલાસો કર્યો કે, આખરે કોણે તેને ઉશ્કેર્યા અને તે લોકોએ સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલો કર્યો હતો. પોલીસે તમામ આરોપીઓને જેલ મોકલી દીધા છે. સાથે અન્ય 10ની ઓળખ થઈ છે. આ સાથે ઈન્દોર પોલીસ પથરાવના વીડિયોને જોઈ તે મહિલાઓની ઓળખ કરી રહી છે જે આ ટોળામાં સામેલ હતી.
કોરોનાના દોસ્ત બનેલી તબલિગી જમાતે ભારતના સામાજિક સૌહાર્દને ઠેસ પહોંચાડી
સમોસા વાળી ચાચીનું આવ્યું નામ
આરોપીઓએ જણાવ્યું કે, ચારીએ અમારી વચ્ચે ગેરસમજણ ઉભી કરીને ભડકાવ્યા હતા. તેણે ભડકાવ્યા બાદ અમે લોકોએ સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલો કર્યો હતો. જાણવા મળી રહ્યું છે કે પોલીસ હાલ તે ચાચીને શોધી રહી છે. આરોપીઓએ પોલીસને તે પણ કર્યું કે, ડોક્ટરોની ટીમ મુબારિકની મા (જેને એરિયાના લોકો સમોસા વાળી ચાચી કહે છે)ના ઘરમાં સ્ક્રીનિંગ કરી રહી હતી. તેણે બબાલ કરવાની સાથે ડોક્ટરોને ધમકાવ્યા પણ હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર