નવી દિલ્હી : ભારતીય લોકશાહીનાં ઇતિહાસમાં મંગળવારનો દિવસ ખુબ જ ઐતિહાસિક રહ્યો હતો. આઝાદી બાદ થયેલા અત્યાર સુધીની વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં એવું પહેલીવાર થયું જ્યારે 24 કલાક પુર્ણ થયા બાદ પણ મતગણતરી પુરી ન થઇ શકી હોય. અનેક સ્થળો પર કોંગ્રેસ અને ભાજપ હજી પણ અધવચ્ચે અટવાયેલા છે.આવું જ કંઇજ મધ્યપ્રદેશનાં અટેરમાં જોવા મળ્યું હતું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અટેરમાં ચૂંટણીનાં પરિણામમાં મોડુ એટલા માટે થયું કારણ કે ગણત્રીનાં થોડા સમય પહેલા જ કેટલાક યુવકોએ મતપત્રોની બોરી લુંટી લીધી હતી. એક અગ્રણી અખબારમાં પ્રકાશિત થયેલા સમાચારો અનુસાર સોમવારે જ્યારે ભિંડ જિલ્લાની પોસ્ટ ઓફીસમાં પોસ્ટમેન તરીકે નોકરી કરતા રાજેન્દ્ર યાદવ સાથે મારામારી કરીને કેટલાક યુવકો મતપત્રોથી ભરેલી બોરી લઇને ભાગી ગયા હતા.

કલેક્ટ્રેટમાં જમા થવા માટે જઇ રહી હતી મતપત્રોની બોરી
નાકાબંધીની એક કલાક બાદ જ મતપત્રોથી ભરેલી બોરી રાધા કોલોની નજીકથી મળી આવી હતી. પોસ્ટમેન દ્વારા અપાયેલા નિવેદનનાં આધારે એક યુવકને કસ્ટડીમાં લેવાયો છે. પોલીસ બે શંકાસ્પદની પુછપરછ કરી રહી છે. પોલીસના અનુસાર પોસ્ટમેન રાજેન્દ્ર યાદવ પોતાનાં સાથી કર્મચારી સાથે બાઇક પર મતપત્રોની બોરી લઇને કલેક્ટ્રેટ જઇ રહ્યો હતો. રિઝર્વ પોલીસ લાઇન નજીક લોકોનાં ટોળા તથા કાર સવાર યુવકોએ પોસ્ટમેનને અટકાવીને તેની સાથે મારામારી કરીને મતપત્રની બોરી છીનવી લીધી હતી.