ભોપાલઃ મધ્યપ્રદેશમાં ઝડપથી વૃદ્ધિ પામી રહ્યું છે એડવેન્ચર ટૂરિઝમ એડવેન્ચર ટુરિઝમ વિશ્વભરમાં પર્યટનનું લોકપ્રિય સ્વરૂપ બની ગયું છે. મધ્યપ્રદેશ પણ તેનો અપવાદ નથી. તેના વૈવિધ્યસભર અને અદભૂત કુદરતી સૌંદર્ય સાથે, રાજ્ય પ્રવાસીઓ માટે સાહસિક પ્રવૃત્તિઓની શ્રેણી પ્રદાન કરે છે. વોટર સ્પોર્ટ્સથી લઈને વાઈલ્ડલાઈફ સફારી, કેમ્પિંગ, સ્કાયડાઈવિંગ, પેરાસેલિંગ, ટ્રેકિંગ, રોક ક્લાઈમ્બિંગ, રિવર રાફ્ટિંગ, હોટ એર બલૂનિંગ, બંજી જમ્પિંગ, એટીવી રાઈડ્સ, વાઈલ્ડલાઈફ સફારી, સાયકલ સફારી જેવી વિવિધ પ્રવૃત્તિઓ આ શ્રેણીનો એક ભાગ છે. તદુપરાંત, રાજ્ય તેના 11 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 24 વન્યજીવ અભયારણ્યો અને 6 વાઘ અભયારણ્યો સાથે, મધ્ય પ્રદેશમાં દરેક માટે કંઈક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકારે એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રમાં ખાનગી રોકાણ આકર્ષવા માટે અનેક પગલાં લીધાં છે. જે અંતર્ગત એડવેન્ચર બેઝ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવાના માટે એમપી વોટર સ્પોર્ટ્સ પોલિસી 2017 અને એમપી કેમ્પિંગ પોલિસી 2018 જેવી નીતિઓ પ્રસ્થાવિત કરી છે. 


જલ-મહોત્સવ, ગાંધીસાગર ફ્લોટિંગ ફેસ્ટિવલ, પચમઢી માનસૂન-મેરેથોન, તવા-મડાઈ સાયકલિંગ(સતપુરા ટાઈગર રિઝર્વ), મોગલીલેન્ડ(પેંચ), બફર મેં સફર "કાન્હા સાયકલિંગ ઈવેન્ટ", ધ પ્રોમિનેન્ટ ટ્રેકિંગ ટ્રેલ "ફોર્સીથ ટ્રેકિંગ પચમર્હી" જેવી સાહસિક તહેવારો", ટીએસડી કાર રેલી ઇન્દોર, સ્કાયડાઇવિંગ ફેસ્ટિવલ ઉજ્જૈન, રાઇડર્સ ઇન ધ વાઇલ્ડ બાઇકિંગ ટ્રેઇલ (05 રાષ્ટ્રીય ઉદ્યાનોમાં) જેવી રોમાંચક અને યાદગાર સાહસ અનુભવો પ્રવાસીઓને પૂરા પાડતાની સાથે સલામતી નિયમોના કડક પાલન સાથે આયોજન કરવામાં આવે છે.


ખાનગી કંપનીઓના સહયોગથી, દરેક પ્રવાસીઓની પસંદગીને અનુરૂપ 50 કેમ્પિંગ સાઇટ્સ રજૂ કરવામાં આવી છે. હવે મુલાકાતીઓ સતપુરા નેશનલ પાર્કમાં ‘ટ્રી કેમ્પિંગ’ અને ‘જિપ્સી કેમ્પિંગ’ જેવી પ્રવૃત્તિનો આનંદ લઈ શકશે. આ કેમ્પમાં, સ્થળની ઇકોલોજીને ખલેલ પહોંચાડ્યા વિના યોગ્ય કાળજી સાથે, પ્રવાસીઓ બોનફાયર, સ્ટારગેઝિંગ, બોનફાયર અને ડસ્ક ડ્રાઇવ, સ્વિમિંગ, પક્ષી નિરીક્ષણ સાથે નદી કિનારે જંગલ ટ્રેઇલ અને સ્થાનિક ભોજનનો આનંદ માણી શકે છે. 


એકંદરે, મધ્યપ્રદેશમાં એડવેન્ચર ટુરિઝમ રાજ્યની પ્રાકૃતિક સુંદરતા અને વૈવિધ્યસભર લેન્ડસ્કેપ્સને અન્વેષણ કરવા માટે એક અનોખી અને રોમાંચક રીત પ્રદાન કરે છે.


એમપી ટુરિઝમ બોર્ડ હનુવંતિયા ખાતે જલ-મહોત્સવ, ગાંધીસાગર ખાતે ફ્લોટિંગ ફેસ્ટિવલ અને માંડુ ખાતે માંડુ-ઉત્સવ) જેવા વાર્ષિક મેગા ફેસ્ટિવલનું આયોજન કરે છે, જ્યાં ઉત્સવો દરમ્યાન હોટ એર બલૂનિંગ, પેરામોટરિંગ, પેરાગ્લાઈડિંગ, પેરાસેલિંગ, જેટ સ્કીઈંગ, કાયકિંગ સહિત વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ અને મનોરંજન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમોની પ્રચંડ સફળતા પછી એમપી ટુરીઝમ બોર્ડ 2023-2024માં આવાંજ મેગા ફેસ્ટિવલના આયોજન થકી રાજ્યના અન્ય સ્થળો જેવા કે ઓરછા, કુનો, તામિયા, અટેર, બર્ગી ડેમ, ચંદેરી વગેરેને વિકસાવવા માટે તૈયાર છે.  


મધ્યપ્રદેશ સંસ્કૃતિ અને પર્યટન વિભાગના અગ્ર સચિવ તથા મધ્યપ્રદેશ ટૂરિઝમ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર શિવ શેખર શુક્લાએ જણાવ્યું કે,  મધ્યપ્રદેશ ટૂરિઝમ બોર્ડ પ્રવાસીઓને કંઈક નવું અને રોમાંચિત કરી દે તેવું આપવા સતત તરપર છે. બોર્ડ દ્વારા રાજ્યમાં વિવિધ સ્થળોએ અનેક એડવેન્ચર એક્ટિવિટીનું પણ આયોજન કરતું રહે છે, જેમ કે જંગલમાં સફારી, જલ-મહોત્સવમાં વોટર સ્પોર્ટ્સ બેઝ્ડ એક્ટિવીટી, સતપુરામાં ટ્રેકિંગ અને જીપ્સી સફારી, ઉજ્જૈનમાં સ્કાય ડાઈવિંગ, કેરવા ડેમ પર ઝિપ લાઈનિંગ, ભેડાઘાટ ખાતે કેબલ કાર, ઓરછામાં રાફ્ટીંગ એ તેના ઉત્તમ ઉદાહરણ છે. રાજ્યમાં એડવેન્ચર ટૂરિઝમનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે અને અમે ભવિષ્યમાં પણ પ્રવાસીઓને કંઇક નવું આપવાનું ચાલુ રાખીશું. 


આ પણ વાંચોઃ રામ મંદિરમાં કેમ થઈ રહી છે પ્રાયશ્ચિત પૂજા? જાણો પ્રાણ પ્રતિષ્ઠા માટે કેમ છે જરૂરી


મધ્ય પ્રદેશમાં ટાઇગર અને ચિત્તા સફારી 
મધ્ય પ્રદેશમાં કાન્હા, બાંધવગઢ, સતપુરા, પેંચ, પન્ના અને સંજય ડુબુરી નામના છ વાઘ અભયારણ્યોમાં વન્યજીવન સફારી પ્રવાસ પર વાઘ અને અન્ય પ્રાણીઓને નિહાળવા આનંદ પ્રાપ્ત કરી શકો છો. હાલ ચિત્તાઓને ભારતમાં એકમાત્ર સ્થળ શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્કમાં નિહાળી શકાય છે.


ભોપાલ અને ઉજ્જૈન ખાતે સ્કાય ડાઇવિંગ
દર વર્ષે જાન્યુઆરીમાં, ભોપાલ અને ઉજ્જૈનમાં એક સ્કાય ડાઇવિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે જ્યાં મુલાકાતીઓ 10,000 ફૂટથી વધુ ઉંચાઇથી સ્કાય ડાઇવ કરી શકે છે અને 'લેકસિટી - ભોપાલ' તથા 'મધ્યપ્રદેશની ધાર્મિક રાજધાની' ના શુભ દૃશ્યનો આનંદ માણી શકે છે.


ઓરછા રિવર રાફ્ટિંગ
રિવર રાફ્ટિંગ એ બીજી રોમાંચક રમત છે જે ઓરછાની બેતવા નદીમાં સાહસ શોધનારાઓ માણી શકે છે. આ પ્રવૃત્તિ તમને માત્ર રોમાંચ જ નહીં, પરંતુ નદીના વિચિત્ર કિનારા પર શાહી ઓરછા-છત્રીઓનું સુંદર દૃશ્ય પણ પ્રદાન કરે છે. ઓરછામાં રાફ્ટિંગ પર જવાનો શ્રેષ્ઠ સમય ઓગસ્ટથી ફેબ્રુઆરી છે.


આ પણ વાંચોઃ 1967 માં જ નક્કી થઈ ગયું હતું રામ મંદિરની સ્થાપના થવાનું વર્ષ! વાયરલ થઈ ડાક ટિકિટ


ભોપાલના કેરવા ડેમ ખાતે ઝિપ લાઈનિંગ
ભોપાલનો કેરવા ડેમ તેની વિવિધ પ્રવૃત્તિઓ માટે જાણીતો છે. સૌથી વધુ લોકપ્રિય ફ્લાઇંગ ફોક્સ ઝિપ લાઇનિંગ છે. અહીંની ઝિપ લાઇન ભારતની સૌથી લાંબી ડબલ ઝિપ લાઇનમાંની એક છે.


ભેડાઘાટમાં કેબલ કારમાં સવારી
ભેડાઘાટથી કેબલ રાઈડ દ્વારા માર્બલ રોક્સ પહોડો અને ધુઆંધર વોટરફોલ જોવો એ કોઈપણ પ્રવાસી માટે સૌથી રોમાંચક અનુભવ છે. કેબલ કારની સવારી કરવા ઉપરાંત, તમે નજીકથી જોવા માટે આરસના ખડકો વચ્ચે પણ સફર કરી શકો છો. પુનમની રાત્રીએ નૌકાવિહાર દરમ્યાન ઉંચા ખડકોને કુદરતી રીતે ચમકતા જોવું એ શ્રેષ્ઠ અનુભવોમાંનું એક છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube