ભોપાલ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના દુખ વ્યક્ત કર્યા બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે લોકસભા ચૂંટણીમાં પરાજયની જવાબદારી સ્વિકારી છે. તેમણે ક્હયું કે, તેઓ આ પરાજય માટે જવાબદાર છે. કમલનાથે કહ્યું કે, રાહુલ ગાંધી સાચા છે. હું નથી જાણતો કે તેના માટે કોણ જવાબદાર છે. પરંતુ હું પહેલા જ રાજીનામાની રજુઆત કરી હતી. હા હું હાર માટે જવાબદાર છું. મને બીજા નેતાઓ અંગે ખબર નથી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું આપવાની જીદ કરી રહ્યા છે. જો કે રાહુલ અંગેના સવાલનાં જવાબમાં કમલનાથેક હ્યું કે, તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે યોગ્ય ઉમેદવાર છે. જ્યારે પુછવામાં આવ્યું કે, રાહુલ ગાંધી બાદ કોંગ્રેસ અધ્યક્ષ કોણ બનશે, તો તેમણે કહ્યું કે, તેમને કોઇ અન્ય નેતાનાં કોંગ્રેસ અધ્યક્ષ બનવાની માહિતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકાર 'રોજગાર' માટે લાવશે પાવરફુલ બિલ, લાખો બેરોજગારોને મળશે સરકારી નોકરી
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનાં શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો. રાહુલ ગાંધીએ આ અંગે બળાપો વ્યક્ત કરતા કહ્યું કે, મને તે વાતનું દુખ છે કે મારા રાજીનામા બાદ કોઇ મુખ્યમંત્રી, મહાસચિવ અથવા પ્રદેશ અધ્યક્ષે પરાજયની જવાબદારી ન તો સ્વિકારી ન તો કોઇ નેતાએ પોતાની રાજાનામાની રજુઆત પણ કરી. બુધવારે યુથ કોંગ્રેસનાં નેતાઓ રાહુલ ગાંધીના ઘર બહાર એકત્ર થયા હતા. જેમાં રાહુલ ગાંધીને રાજીનામું પરત ખેંચવા માટે અપીલ કરવામાં આવી હતી. તેમના ઘરની બહાર રાષ્ટ્રીય કાર્યકારિણીનાં સભ્યો બેઠા તો રાહુલે તમામને પોતાનાં ઘરે બોલાવ્યા અને તેમને પોતાનાં મનની વાત કરી. 


અમેરિકાથી કરોડોની નોકરી છોડીને આવેલા આ સાંસદનું પહેલું ભાષણ થયું વાઇરલ
મોદી સરકાર માટે રાજ્યસભામાં પણ આવશે 'અચ્છે દિન', જાણો રાજકીય સમીકરણો
બેઠકમાં કોંગ્રેસનાં એક નેતાએ કહ્યું કે, સર આ સામુહિક પરાજય છે.  બધાની જવાબદારી સરખખી છે તો પછી માત્ર તમે એકલા જ શા માટે રાજીનામુ આપી રહ્યા છો. રાહુલ ગાંધીએ ખુબ જ માર્મિક જવાબ આપતા કહ્યું કે, મને તે જ વાતનું દુખ છે કે મારા રાજીનામા બાદ કોઇ મુખ્યમંત્રી, મહાસચિવ અથા પ્રદેશ અધ્યક્ષે રહારની જવાબદારી સ્વિકારીની રાજીનામું આપવાની રજુઆત કરી નથી.