મોદી સરકાર 'રોજગાર' માટે લાવશે પાવરફુલ બિલ, લાખો બેરોજગારોને મળશે સરકારી નોકરી

યુનિવર્સિટીમાં પ્રોફેસરની ભરતી અંગેનું એક બિલ સરકાર લોકસભામાં પાસ કરવા જઇ રહી છે. કેન્દ્રીય શૈક્ષણીક સંસ્થા (શિક્ષક સંવર્ગ માટે અનામત) બિલ લોકસભામાં રજુ કરવામાં આવશે. બિલ પાસ થયા બાદ યુનિવર્સિટીમાં આશરે ખાલી પડેલા 7 હજારથી વધારે ખાલી પદ ભરવા માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આશરે 7 હજારથી વધારે પદ ખાલી છે. 
મોદી સરકાર 'રોજગાર' માટે લાવશે પાવરફુલ બિલ, લાખો બેરોજગારોને મળશે સરકારી નોકરી

નવી દિલ્હી : યુનિવર્સિટીમાં પ્રોફેસરની ભરતી અંગેનું એક બિલ સરકાર લોકસભામાં પાસ કરવા જઇ રહી છે. કેન્દ્રીય શૈક્ષણીક સંસ્થા (શિક્ષક સંવર્ગ માટે અનામત) બિલ લોકસભામાં રજુ કરવામાં આવશે. બિલ પાસ થયા બાદ યુનિવર્સિટીમાં આશરે ખાલી પડેલા 7 હજારથી વધારે ખાલી પદ ભરવા માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આશરે 7 હજારથી વધારે પદ ખાલી છે. 
દેશમાં 1 કરોડ મકાનોની માંગ, મોદી સરકાર 2022 સુધીમાં તમામને આપશે ઘર
સમગ્ર દેશની કેન્દ્રીય અને રાજ્યની યુનિવર્સિટીનો કુલ સરવાળો કરવામાં આવે તો 1 લાખથી પણ વધારે પદ ખાલી છે. આ બિલને પાસ થયા બાદ તમામ ખાલી પડેલી પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા ચાલુ થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં યુનિવર્સિટીની ભરતીનાં રોસ્ટર પ્રોસેસમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદથી ભરતી પ્રક્રિયા અટકી ગઇ હતી. 

કેન્દ્રએ આપ્યો દિલ્હી સરકારને મોટો ઝટકો, મેટ્રોમાં મહિલાઓની નિ:શુલ્ક યાત્રાનો પ્રસ્તાવ કર્યો રદ
ચૂંટણી પહેલા સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનો વિરોધને જોતા અધ્યાદેશ લાવી હતી. હવે ચૂંટણી બાદ સરકાર તેને બિલ તરીકે રજુ કરીને યુનિવર્સિટીમાં ખાલી પડેલા લાખો પદને ભરવા માટેના સંકેત આપ્યા છે. પહેલા આ બિલ લોકસભામાં પાસ થશે, પછી રાજ્યસભામાં પાસ થઇને કાયદાનું સ્વરૂપ ધારણ કરશે. જો કે આ બિલને લગભગ તમામ પક્ષોનું સમર્થન છે. 

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: દૂધની ખાલી થેલીના પણ ગ્રાહકોને મળશે પૈસા...
જેથી કહી શકાય કે હવે ટુંક જ સમયમાં યુનિવર્સિટીની ખાલી પડેલી લાખો જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સરકાર દ્વારા તે અંગેની તૈયારીઓ ચાલુ પણ કરી દેવાઇ છે. જો કે ખરડો કાયદો બને તે માટે લોકસભા ઉપરાંત રાજ્યસભામાં પસાર થાય તે જરૂરી છે. લોકસભામાં ભાજપ/એનડીએ પાસે સ્પષ્ટ બહુમતી છે પરંતુ રાજ્યસભામાં એનડીએ પાસે સ્પષ્ટ બહુમતી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news