મોદી સરકારના 100 દિવસ પૂરા: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ શુભેચ્છા પાઠવીને કહ્યું- કેન્દ્ર સરકારે સારું કામ કર્યું
કમલનાથ સરકારના મંત્રી સજ્જન સિંહ વર્માએ મોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે મોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થવા બદલ અમે શુભેચ્છા પાઠવીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે સરકાર પાંચ વર્ષ પૂરાં કરે પછી ભલે તે કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની.
ઈન્દોર: કમલનાથ સરકારના મંત્રી સજ્જન સિંહ વર્માએ મોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે મોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થવા બદલ અમે શુભેચ્છા પાઠવીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે સરકાર પાંચ વર્ષ પૂરાં કરે પછી ભલે તે કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની.
પીડબલ્યુડી મંત્રી સજ્જન સિંહ વર્માએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું કે મોદી સરકારે સારું કામ કર્યું છે. જો કે તેમણે આર્થિક મોરચે નબળી હાલત બદલ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી. વર્માએ કહ્યું કે આર્થિક મોરચે કેન્દ્ર સરકાર નિષ્ફળ ગઈ છે.
વિક્રમ લેન્ડર અંગે આવ્યાં મહત્વના સમાચાર, ઈસરો ચીફે કહ્યું- ઓર્બિટરે ક્લિક કરી તસવીર
આ બાજુ કેન્દ્રમાં મોદી સરકારના 100 દિવસ પૂરા થવા બદલ આજે ભારત સરકારે જન કનેક્ટ નામથી બૂકલેટ જારી કરી છે. આ બૂકલેટમાં મોદી સરકારે બીજીવાર સરકારમાં આવ્યાં બાદ કઈ રીતે વ્યાપક અસરવાળા નિર્ણય લીધા છે તેની સંપૂર્ણ માહિતી આપી છે. સૂચના પ્રસારણ અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે બૂકલેટ બહાર પાડતા કહ્યું કે અર્થવ્યવસ્થામાં આવેલી મંદી કોઈ ચિંતાનો વિષય નથી, તેની કોઈ વ્યાપક અસર થવાની નથી.
આ સાથે જ જાવડેકરે એક એક કરીને મોદી સરકારના 100 દિવસની અંદર થયેલા કામકાજ ગણાવ્યાં. જાવડેકરે કહ્યું કે આટલા મહત્વપૂર્ણ નિર્ણય આટલા દિવસોમાં કદાચ જ કોઈ સરકારે લીધા હશે. આ બધી જનભાગીદારી વધારનારા નિર્ણય છે. ત્રિપલ તલાકને લઈને મોદી સરકારના કાયદા મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવાની દિશામાં એક મોટી સફળતા છે.
જુઓ LIVE TV