ગ્વાલિયર: એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. પાંચમા ધોરણમાં  ભણતા 11 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. ઘરના બાથરૂમમાં વિદ્યાર્થી ટાઈથી બનેલા ફંદામાં લટકેલી હાલતમાં મળ્યો. આ ઘટના થાટીપુર વિસ્તારના દર્પણ કોલોનીની છે. કહેવાય છે કે આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થીએ ઓનલાઈન ક્લાસ (Online Eduction) અટેન્ડ કર્યા હતા. જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને હાલ મામલાની તપાસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રાજ્ય દુલ્હનોને વિના મૂલ્યે આપે છે 10 ગ્રામ સોનું, જાણો વિગતવાર માહિતી 


ભણવામાં હોશિયાર હતો વિદ્યાર્થી
પિતા અલ્કેશ સક્સેનાએ જણાવ્યું કે મૃતક વિદ્યાર્થી સાર્થક ભણવામાં ખુબ હોશિયાર હતો. વાત યોગની હોય કે ઈલેક્ટ્રોનિક સામાનથી કઈંક નવું તૈયાર કરવાની, તે હંમેશા એક્સપરિમેન્ટ કર્યા કરતો હતો. સાર્થક બે ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરતો હતો. પહેલો ક્લાસ બપોરે 1:30 થી 2:00 વાગ્યાનો રહેતો હતો જ્યારે બીજો ક્લાસ બપોરે 3:00 થી 3:30 વાગ્યા સુધી ચાલતો હતો. ઓનલાઈન સ્કૂલ ક્લાસ અટેન્ડ કર્યા બાદ પણ સાર્થક ઓનલાઈન વીડિયોથી અભ્યાસ કરતો હતો. ઓનલાઈન ક્લાસ બાદ એવું તે શું થયું કે વિદ્યાર્થીએ આત્મહત્યા જેવું પગલું ભરવું પડ્યું. આ સવાલે બધાને વિચારવા પર મજબૂર કરી દીધા છે. 


ભારત-અમેરિકાની આવી મિત્રતા જોઈને ચીન ચીડાયું, Quad વિશે આપ્યું નિવેદન 


ઓનલાઈન ક્લાસ પર થઈ અરજી
ઓનલાઈન ક્લાસછથી નાના બાળકો પર પડતા દુષ્પ્રભાવને લઈને મધ્ય પ્રદેશ જબલપુર હાઈકોર્ટમાં એક અરજી પણ દાખલ થઈ છે. અરજીકર્તાનું કહેવું છે કે સરકારના ઓનલાઈન આદેશને તરત સ્થગિત કરવો જોઈએ કારણ કે આ મામલો માસૂમ બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય સાથે જોડાયેલો છે. 


ગૃહમંત્રી Amit Shah નું બંગાળ મિશન, મમતા બેનરજી પર કર્યા આકરા પ્રહાર


ફોરેન્સિક ટીમ તપાસમાં લાગી
આ કેસમાં આરપી ખરે સબ ઈન્સ્પેક્ટરનું માનવું છે કે હાલ તો ઉતાવળમાં ઓલાઈન ક્લાસને આત્મહત્યાનું મુખ્ય કારણ માની શકાય નહીં. આવામાં પોલીસ દરેક એંગલથી કેસની તપાસ કરી રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. ઘટનાસ્થળેથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી. ત્યારબાદ હવે ઠાટીપુર પોલીસ અને ફોરેન્સિક ટીમ આત્મહત્યાના કારણની શોધમાં લાગી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube