ભોપાલ: કોંગ્રેસમાંથી બગાવત કરનાર જ્યોતિરાદિત્ય સિંધિયા આજે દિલ્હીમાં બપોરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમને વિધિવત રીતે ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબદ દિલ્હી ભાજપ હેડક્વાર્ટરમાં જેપી નડ્ડા પ્રેસ કોન્ફ્રેંસ કરી રહ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા લીધી હતી. પાર્ટી પ્રમુખ જેપી નડ્ડાએ તેમને ભાજપની સદસ્યતા અપાવી હતી. પાર્ટી પ્રમુખ જેપી નડ્ડાએ આ દરમિયાન કહ્યું કે રાજમાતા સિંધિયાજી ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને વિસ્તાર કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આજે તેમના પૌત્ર અમારી પાર્ટીમાં આવ્યા છે. જેપી નડ્ડાએ કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા પરિવારના સભ્ય છે, એવામાં અમે તેમનું સ્વાગત કરીએ છીએ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ સૂત્રોના હવાલેથી એ પણ સમાચાર છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા ગુરૂવારે સાંજે 4 વાગે ભોપાલ એરપોર્ટ પર પહોંચશે અને મધ્ય પ્રદેશથી ભાજપના ઉમેદવારના રૂપમાં રાજ્યસભા માટે ઉમેદવારી દાખલ કરશે. ભાજપ જ્યોતિરાદિત્ય સિંધિયાને મોદી સરકારમાં મંત્રી પણ બની શકે છે.


તમને જણાવી દઇએ કે કમલનાથ સરકારના 6 મંત્રીઓ સહિત કુલ 22 ધારાસભ્યોએ જ્યોતિરાદિત્ય સિંધિંયાના કોંગ્રેસ પાર્ટી છોડ્યા બાદ કમલનાથ સરકારનો સાથ છોડી દીધો છે. આ 22 ધારાસભ્યોના રાજીનામા બાદ મધ્ય પ્રદેશ વિધાનસભામાં સંખ્યા 206 થઇ ગઇ છે. એટલે કે મહુમત માટે હવે 104 સીટોની જરૂર છે અને ભાજપની પાસે 107 સીટો છે. તો કમલનાથે મંગળવારે ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી, જેમાં 94 ધારાસભ્ય સામેલ હતા. આ પ્રકારે હજુપણ ભાજપનું પલડું ભારે દેખાઇ રહ્યું છે. 


સિંધિયા સમર્થક ધારાસભ્ય બનશે મધ્ય પ્રદેશમાં મંત્રી
મધ્ય પ્રદેશમાં બહુમત માટે હવે 104 ધારાસભ્યોની જરૂર છે. કારણ કે 22 ધારાસભ્યોના રાજીનામા બાદ વિધાનસભાની સભ્ય સંખ્યા 230થી ઘટીને 206 રહી ગઇ છે. તમને જણાવી દઇએ કે 2 ધારાસભ્યોની સીટો તેમના દેહાંત બાદ ખાલી છે જ્યાં પેટાચૂંટણી થવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજીનામા આપનાર સિંધિયા સમર્થક ધારાસભ્યોમાંથી 5 થી 7ને મધ્ય પ્રદેશમાં ભાજપ સરકાર બન્યા બાદ મંત્રી પદ આપવામાં આવી શકે છે. શિવરાજ સિંહ ચૌહાણની એકવાર ફરી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે તાજપોશી થઇ શકે છે.

ભાજપે પોતાના ધારસભ્યોને ભોપાલથી બહાર મોકલ્યા આ દરમિયાન ભાજપે પોતાના 106 ધારાસભ્યોને ભોપાલથી હરિયાણાના માનેસર મોકલી દીધા છે. સિંધિયા સમર્થક 19 ધારાસભ્યોને પણ બેંગલુરૂથી દિલ્હી લાવવાની સંભાવના છે. જ્યાંથી ફ્લોર ટેસ્ટ માટે તેમને ભોપાલ લાવવામાં આવી શકે છે. તમને જણાવી દઇએ કે મધ્ય પ્રદેશમાં 26 માર્ચના રોજ ત્રણ રાજ્યસભા સીટો માટે ચુંટણી થવાની છે. કોંગ્રેસે પણ પોતાના બચેલા તમામ ધારાસભ્યોને મધ્ય પ્રદેશથી બહાર જયપુર મોકલી દેવામાં આવ્યા છે. 


પ્રદ્યુમન સિંહ તોમર, રધુરાજ કંસાના, કમલેશ જાટવ, રક્ષા સરોનિયા, જજપાલ સિંહ જજ્જી, ઇમરતી દેવી, પ્રભુરામ ચૌધરી, તુલસી સિલાવટ, સુરેશ ઘાકડ, મહેન્દ્ર સિંહ સિસોદિયા, ઓપીએસ ભદૌરિયા, રણવીર જાટવ, ગિર્રાજ દંડોતિયા, યશવંત જાટવ, ગોવિંદ સિંહ રાજપૂત, હરદીપ ડંગ, મુન્ના લાલ ગોયલ અને બ્રિજેન્દ્ર યાદવ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube