નવી દિલ્હી: લોન્ગેસ્ટ કુકિંગ મેરેથોનમાં રેવાની લતા ટંડને સતત 81 કલાક સુધી કુકિંગ કરવાનો ઇતિહાસ રચ્યો છે. આ પરાક્રમની સામે તેનું નામ ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં નોંધાવવાનો દાવો કર્યો છે. ત્યારબાદ રીવના લોકોનો આત્મવિશ્વાસ આકાશે છે. તમને જણાવી દઇએ કે, 81 કલાક સુધી કુકિંગ કરી શેફ લતા ટંડને અમેરિકાની રિકી લુમ્પકિનનો 69 કલાક 30 મિનિટ અને 1 સેકન્કનો કુકિંગ કરવાનો રેકોડ તોડી દીધો છે. શેફ લતાની સાથે કેન્યાની મલીહા મોહમ્મદે પણ સતત 75 કલાક કુકિંગ કરવાનો રેકોડ બનાવ્યો છે. જો કે, લતા ટંડન તેના કરતા પણ આગળ નીકળી ગઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ચંદ્રયાન-2: વિક્રમ લેન્ડર અંગે આવ્યાં સારા સમાચાર, ધબ દઈને પછડાયું છતાં તૂટ્યું નથી, બિલકુલ સલામત છે


તમને જણાવી દઇએ કે, શેફ લતા ટંડનના કુકિંગ કરતી વખતે ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડના બે સભ્યો પણ હાજર રહ્યાં હતા. જેઓ તેમની સતત ગતિવિધિઓ પણ નજર રાખીને બેઠા હતા. આ મોટો રેકોર્ડ બનાવવા માટે લતા છેલ્લા 2 વર્ષથી સતત પ્રેક્ટિસ કરી રહી હતી. ત્યાર પછી તેણે ગત 3 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી સતત કુકિંગ કરવાનો ઇતિહાસ રચ્યો છે. શેફ લતા ટંડનની સાથે જ રેવાના નેહરુ નગરમાં રહેતી સનત તિવારીએ પણ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી કરી લીધી છે.


આ પણ વાંચો:- એક વર્ષની બાળકી ચાલુ ગાડીએ રસ્તા પર પડી ગઈ, પછી જે થયું તે જોઈને ધબકારા વધી જશે, જુઓ VIDEO 


ખરેખરમાં ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવાની આશા સાથે સનત તિવારી એક એવા કીર્તિમાન પોતાના નામે કરવા જઇ રહી છે. જેના વિશે વિચારવા માટે પણ લોકો તૈયાર નથી. તમને જણાવી દઇએ કે સનત તિવારી દિવાસળીને સૌથી લાંબા અંતર સુધી દૂર ફેંકવાનો રેકોર્ડ બનાવવા ઇચ્છે છે. જે રેકોર્ડ અત્યાર સુધી બ્રિટનના વિલ્યમ નામના યુવક પાસે છે. આવા કોઇ રેકોર્ડને બનાવવા વિશે કોઇ માણસ વિચારી પણ શક્તો નથી.


આ પણ વાંચો:- 27મી સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન આમને સામને, UNમાં પીએમ મોદી અને ઈમરાન ખાનનું સંબોધન


બ્રિટનના વિલિયમને 480 મિલીગ્રામ વજનની દિવાસળીને 18.75 મીટર સુધી દૂર ફેંકી આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો, જેને તોડવા માટે હવે સનત તિવારી પણ તેની તૈયારી કરી રહી છે. સનત તિવારી વર્ષ 2005થી સતત આ તૈયારી કરી રહી છે. સનતે વર્ષ 2007માં 99 ફૂટ સુધી દૂર આ દિવાસળીને ફેંકી લિમ્કા બુક ઓફ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ ઉપરાંત વર્ષ 2016માં સનત ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં પણ પોતાનું નામ નોંધાવી ચુકી છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...