ભોપાલઃ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારનું પતન થયા પછી મધ્યપ્રદેશમાં પણ એવી જ સંભાવના હોવાનો દાવો કરનારી ભાજપને બુધવારે મોટો ઝટકો લાગ્યો છે. રાજ્ય વિધાનસભામાં કમલનાથ સરકાર દ્વારા રજૂ કરવામાં એક બિલ પર મત વિભાજન દરમિયાન ભાજપના બે ધારાસભ્યોએ સરકારનો સાથે આપ્યો અને સાથે જ કોંગ્રેસમાં જોડાવાના પણ સ્પષ્ટ સંકેત આપ્યા છે. ભાજપ આ બિલના વિરોધમાં હતી અને આ બે ધારાસભ્ય સિવાય તેના તમામ ધારાસભ્યો બિલ પર મતદાન સમયે ગૃહમાં હાજર ન હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના બળવાખોર ધારાસભ્યો જોડાશે કોંગ્રેસમાં 
ક્રિમિનલ લો (અમેન્ડમેન્ટ) બિલ પર મતદાન દરમિયાન મૈહરના ભાજપના ધારાસભ્ય નારાયણ ત્રિપાઠી અને બ્યોહારીમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય શરદ કૌલે સરકારનો સાથ આપ્યો હતો. સરકારના બિલના સમર્થનમાં વોટ આપ્યા પછી નારાયણ ત્રિપાઠીએ જણાવ્યું કે, "ભાજપ સતત જૂઠા વચનો આપે છે અને ખુદનો પ્રચાર કરે છે. મારે મારા મતવિસ્તાર મૈહરનો વિકાસ કરવાનો છે અને હું મુખ્યમંત્રી કમલનાથની સાથે છું." બીજા ધારાસભ્ય શરદ કૌલે જણાવ્યું કે, "આ બાબત તેમની 'ઘર વાપસી' જેવી છે, કેમ કે તેઓ અગાઉ પણ કોંગ્રેસમાં રહી ચૂક્યા છે." 


બંને ધારાસભ્યો થયા ગાયબ
કમલનાથ સરકારને બિલ પર મતદાન દરમિયાન ટેકો આપ્યા પછી હવે બંને ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જોવાયા છે. એવું કહેવાય છે કે, તેઓ રાત્રે રાજ્યના મુખ્યમંત્રી કમલનાથ સાથે ડિનર કરશે. કમલનાથ સરકારના મંત્રી જયવર્ધન સિંહે ભાજપના ધારાસભ્ય નારાયણ ત્રિપાઠી અને શરદ કૌલના કોંગ્રેસમાં જોડાવા અંગેનાસવાલનો જવાબ આપતા કહ્યું કે, "ભાજપના બંને ધારાસભ્યો અમારી સાથે છે. નારાયણ ત્રિપાઠી અને શરદ કૌલ 100 ટકા કોંગ્રેસ પાર્ટીને સાથ આપવા માગે છે." 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....