મધ્ય પ્રદેશ 1 જૂનથી ધીમે ધીમે થશે અનલોક, સીએમ શિવરાજ સિંહે કરી જાહેરાત
મુખ્યમંત્રી શિવરાજ સિંહે (shivraj singh chauhan) કહ્યું કે રાજ્યમાં પોઝિટિવિટી રેટ ઘટીને 5 ટકાથી ઓછો થઇ ગયો છે. 10 મેના રોજ પોઝિટીવિટી રેટ 15.79 ટકા હતો. તેમાં ઘણો મોટો ઘટાડો જોવા મળ્યો છે.
ભોપાલ: મધ્ય પ્રદેશ (Madhya Pradesh) માં કોરોનાના કેસમાં ઘટાડો આવ્યા પછી હવે એક જૂનથી રાજ્યને અનલોક કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (shivraj singh chauhan) એ આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કોરોના કાબૂમાં આવી રહ્યો છે અને હવે એક જૂનથી પ્રદેશને અનલોક (unlock) કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજ્યને એક જૂનથી તબક્કાવાર ખોલવામાં આવશે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહે (shivraj singh chauhan) કહ્યું કે રાજ્યમાં પોઝિટિવિટી રેટ ઘટીને 5 ટકાથી ઓછો થઇ ગયો છે. 10 મેના રોજ પોઝિટીવિટી રેટ 15.79 ટકા હતો. તેમાં ઘણો મોટો ઘટાડો જોવા મળ્યો છે. પ્રદેશમાં પોઝિટિવિટી રેટ સતત ઓછો થઇ રહ્યો છે. સીએમએ કહ્યું કે રિકવરી રેટ સતત વધી રહ્યો છે અને 90 ટકાથી વધુ થઇ ગયો છે. તેમણે કહ્યું કે સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે. સીએમ અનલોકની પ્રક્રિયાને લઇને સતત અધિકારીઓની સાથે બેઠક કરી રહ્યા છે અને જલદી જ અનલોકનો પ્લાન જનતાની સામે રાખવામાં આવી શકે છે.
Covid-19: Remdesivir પર WHO એ લગાવ્યો પ્રતિબંધ, પ્રી ક્વોલિફિલેશન લિસ્ટમાંથી હટાવી
રાજ્યમાં 4384 નવા કેસ સામે આવ્યા
જોકે મધ્ય પ્રદેશ (Madhya Pradesh) માં ગત એક અઠવાડિયામાં પોઝિટિવિટી રેટમાં ખૂબ ઘટાડો આવ્યો છે અને સંક્રમણના નવા કેસમાં પણ ઘટાડો આવી રહ્યો છે. મધ્ય પ્રદેશ (Madhya Pradesh) માં ગત 24 કલાકમાં કોરોના 4384 નવા કેસ સામે આવ્યા છે. તો ગત 24 કલાકમાં સંક્રમણથી 79 લોકોના મોત થયા છે.
Black Fungus અને White Fungus માંથી કઇ વધુ ખતરનાક? જાણો એક્સપર્ટનો જવાબ
દેશભરમાં અઢી લાખથી વધુ કેસ સામે આવ્યા
તો બીજી તરફ દેશમાં દરરોજ અઢી લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે અને દરરોજ મોતનો આંકડો પણ ચાર હજારને પાર થઇ ચૂક્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરેલા આંકડા અનુસાર ગત 24 કલાકમાં 257,299 નવા કોરોનાના કેસ આવ્યા અને 4194 સંક્રમિતોના મોત થયા છે. તો બીજી તરફ 3,57,630 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. એટલે કે 1 લાખ 4 હજાર 525 એક્ટિવ કેસ ઓછા થયા છે. આ પહેલાં ગુરૂવારે 2.59 લાખ નવા કેસ નોંધાયા હતા અને 4209 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube