Side Effects of Maggi: ઉત્તર પ્રદેશના પીલીભીતથી અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચારે બધાને હેરાન કરી દીધા છે. અહીં 10 વર્ષના બાળકનું મેગી ખાવાથી મોત થયું છે, તો બીજી તરફ પરિવારના અન્ય સભ્ય પણ હોસ્પિટલમાં દાખલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેગી ખાવાથી તબિયત બગડી
આજકાલ બાળકોથી માંડીને લગભગ દરેક ઉંમરના બાળકોને મેગી ખાવી ગમે છે. આ જલદીથી તૈયાર થઇ જનાર આ એક ટેસ્ટી જંક ફૂડ છે. પરંતુ પીલીભીતમાં મેગી ખાવાથી એક જ પરિવારના 6 સભ્યો બિમાર થઇ ગયા છે. આ સાથે જ એક 10 વર્ષના બાળકનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ, આ તમામ લોકોએ મેગી ખાધી હતી, ત્યારબાદ બધાને ઝાડા-ઉલ્ટી થવા લાગ્યા હતા. આ ઘટના બાદ ચકચાર મચી ગઈ છે. જોકે સારવાર બાદ તમામ સ્વસ્થ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે આ ઘટના હજારા વિસ્તારના રાહુલ નગરમાં બની હતી.



મેગી ખાધા પછી પરિવારના તમામ સભ્યોની તબિયત બગડવા લાગી, ત્યારબાદ તમામ લોકોને સારવાર માટે હોસ્પિતલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ સારવારમાં સુધારો ન થતાં  CHC પૂરનપુરમાં લઇ જવામાં આવ્યા. સારવાર બાદ તમામ સાજ થઇ ગયા છે. પરંતુ 10 વર્ષના બાળકના મોતથી લોકોમાં હડકંપ મચી ગયો છે.