હવે ગુજરાતમાં કયા લંપટ સ્વામીની સામે આવી પાપલીલા? 30 વર્ષીય યુવતીની જિંદગી કરી બરબાદ!

રાજકોટના ઉપલેટાના ખીરસરા ગામે વધુ એક લંપટ સ્વામીની પાપલીલા સામે આવી છે. ધર્મસ્વરૂપદાસ નામના આ સ્વામી પહેલાં તો એક યુવતી સાથે નકલી લગ્ન કર્યા બાદમાં વારંવાર તેમના પર દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં, યુવતીને ગર્ભ રહી જતાં બળજબરી પૂર્વક ગર્ભપાત પણ કરાવ્યો..

હવે ગુજરાતમાં કયા લંપટ સ્વામીની સામે આવી પાપલીલા? 30 વર્ષીય યુવતીની જિંદગી કરી બરબાદ!

ઝી બ્યુરો/રાજકોટ: ધર્મના નામે છેતરપિંડીના તો તમે અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે પરંતુ, ધર્મના લંપટલીલાના કારનામાઓ પણ હવે ખૂબ ચર્ચામાં આવી રહ્યા છે.. રાજકોટના ઉપલેટાના ખીરસરા ગામે વધુ એક લંપટ સ્વામીની પાપલીલા સામે આવી છે. ધર્મસ્વરૂપદાસ નામના આ સ્વામી પહેલાં તો એક યુવતી સાથે નકલી લગ્ન કર્યા બાદમાં વારંવાર તેમના પર દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં, યુવતીને ગર્ભ રહી જતાં બળજબરી પૂર્વક ગર્ભપાત પણ કરાવ્યો..કોણ છે આ લંપટ સ્વામી. 

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે આવેલો આ સ્વામિનારાયણ ગુરુકુળ છે. કહેવામાં તો અહીં ધર્મની શિક્ષા આપવામાં આવે છે પરંતુ, હાલ આ સ્થાન અધર્મ અને અકૃત્યના કારણે ચર્ચામાં આવ્યું છે અને એનું કારણ છે આ લંપટ સ્વામી.. જી હાં, આ લંપટ સ્વામીનું નામ છે ધર્મસ્વરૂપદાસ સ્વામી.. જેમણે એક ત્રીસ વર્ષની યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યું અને દુષ્કર્મ આચર્યા બાદ ગર્ભવતિ થતાં ગર્ભપાત પણ કરાવ્યો અને આ દુષ્કૃત્ય માટે આ લંપટ સ્વામીએ મદદ લીધી તેમના જ ગુરુ નારાયણ સ્વરૂપદાસ સ્વામીની...સૌથી પહેલાં તો તમે એ જાણો કે ધર્મસ્વરૂપદાસ સ્વામી નામના આ લંપટની પાપલીલાનો ખુલાસો કેવી રીતે થયો.

આ ઘટના અંગે રાજકોટમાં રહેતી 30 વર્ષીય યુવતીએ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.. યુવતીએ ફરિયાદમાં વર્ણવેલી ઘટના વિશે વાત કરીએ તો વર્ષ 2020માં ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળના ધર્મસ્વરૂપદાસ સ્વામીએ ફેસબુકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે મિત્રતા થઈ અને વાતચીત કરવા લાગ્યા. ત્યારબાદ ધર્મસ્વરૂપદાસ સ્વામીએ યુવતીને રૂબરૂ મળવા માટે બોલાવી. ગુરુકુળમાં ગેસ્ટ રૂમમાં જ યુવતી સાથે ખોટા લગ્ન કરીને દુષ્કર્મ આચર્યું. ધર્મસ્વરૂપદાસ સ્વામી યુવતીને વારંવાર ગુરુકુળમાં બોલાવી દુષ્કર્મ આચરતો. બાદમાં યુવતીને ટીંબડી ગામે આવેલ ગર્લ્સ હોસ્ટેલમાં રહેવા બોલાવી. યુવતીને ગર્ભ રહી જતાં દવા પીવડાવીને ગર્ભ પડાવી દીધો.

સ્વામીની આ પાપલીલામાં અન્ય એક શખ્સ પણ એટલો જ જવાબદર છે અને એ છે મયૂર કાસોદરિયા.. મયૂર કાસોદરિયા જ ટીંબડી ગામે આવેલી ગર્લ્સ હોસ્ટેલનો સંચાલક છે.. જે આ લંપટ સ્વામીની બધુ કરતૂતથી વાકેફ હતો અને યુવતીને ગુરુકુળથી ટીંબડી હોસ્ટેલ લેવા મૂકવા જવાનું કામ કરતો હતો. યુવતીને જ્યારે ધર્મસ્વરૂપદાસ સ્વામી સાથે અણબનાવ થયો અને પોતાની સાથે અન્યાય થયો હોવાનું લાગી આવતા તેમણે મોટા સ્વામી નારાયણસ્વરૂપદાસ સ્વામીને સમગ્ર પ્રકરણની જાણ કરી હતી પરંતુ, આ સ્વામીએ પણ તેમને મારી નાખવાની અને બદનામ કરવાની ધમકી આપી હતી.. જેના કારણે યુવતી હતપ્રત થઈ ગઈ હતી.. ચોંકવનારી વાત એ છેકે, ગ્રામજનો પણ એવો દાવો કરી રહ્યા છેકે, આ સ્વામી આ પ્રકારની લંપટલીલા માટે કુખ્યાત છે અને આ પહેલાં પણ યુવતીઓને ફસાવીને રાખતો હતો.. 

યુવતીએ સમગ્ર પ્રકરણની પરિવારને જાણ કરતાં રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.. આ સમગ્ર બનાવમાં નારાયણ સ્વરૂપદાસ સ્વામી તથા હોસ્ટેલના સંચાલક મયૂરભાઈ આ બન્ને ધર્મસ્વરૂપદાસ સ્વામીને મદદ કરતા તેઓની વિરુદ્ધ પોલીસે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે.. પરંતુ, આરોપીઓ પોલીસ પકડથી હજુ દૂર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news