કોલકાતા: લોકોને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરી રહેલા એક જાદૂગર સ્ટંટમાં નિષ્ફળ રહેવા પર રવિવારે અહીં ગંગા નદીમાં ડૂબી ગયો. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, જાદૂગર ચંચલ લાહિડી તેના હાથ-પગને સાંકળથી બાંધી ક્રેનની મદદથી નદીમાં ઉતર્યો હતો. તે લોકોને બતાવવા માગતો હતો કે, તે કોઇની મદદ વગર પાણીથી બહાર આવી શકે છે, પરંતુ એવું શક્ય ન થયું. નદીમાં ઉતર્યા બાદથી તે ગુમ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- દિલ્હી: ટેમ્પો ડ્રાઇવરે પોલીસકર્મીના માથે કર્યો તલવારથી હુમલો, Video થયો વાયરલ


તેમણે જણાવ્યું કે, આ ઘટના નોર્થ પોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત હાવડા પુલની નીચે બની છે. પોલીસે રેસ્ક્યૂ ટીમની મદદથી લાહિડીને શોધવા માટે અભિયાન શરૂ કરી દીધુ છે.


પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, જાદૂગરે સ્ટંટ કરવાની પરવાનગી લીધી હતી, પરંતુ ત્યાં યોગ્ય સુરક્ષાની વ્યવસ્થા ન હતી.
(ઇનપુટ: એજન્સી ભાષા)


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...