દિલ્હી: ટેમ્પો ડ્રાઇવરે પોલીસકર્મીના માથે કર્યો તલવારથી હુમલો, Video થયો વાયરલ

પશ્ચિમોત્તર દિલ્હીમાં એક ટેમ્પા ચાલક તરફથી કરવામાં આવેલા કથિત હુમલામાં પોલીસના એક અધિકારી ઇજાગ્રસ્ત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે બંને વાહનો વચ્ચે અકસ્માત થયા બાદ ટેમ્પા ચાલકે પોલીસ અધિકારી પર હુમલો કર્યો હતો.

Updated By: Jun 17, 2019, 10:35 AM IST
દિલ્હી: ટેમ્પો ડ્રાઇવરે પોલીસકર્મીના માથે કર્યો તલવારથી હુમલો, Video થયો વાયરલ

નવી દિલ્હી: પશ્ચિમોત્તર દિલ્હીમાં એક ટેમ્પા ચાલક તરફથી કરવામાં આવેલા કથિત હુમલામાં પોલીસના એક અધિકારી ઇજાગ્રસ્ત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે બંને વાહનો વચ્ચે અકસ્માત થયા બાદ ટેમ્પા ચાલકે પોલીસ અધિકારી પર હુમલો કર્યો હતો.

વધુમાં વાંચો:- બિહાર: 'મગજના તાવ'ના ભરડામાં ભૂલકાઓ, 110 બાળકોના મોત બાદ મોતિહારીમાં 36 નવા કેસ

ટેમ્પો અને પોલીસ વાન વચ્ચે સર્જાયો અકસ્માત
પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ગત સાંજે એક ગ્રામીણ સેવા ટેમ્પો અને એક પોલીસ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઇ અને ટેમ્પો ચાલક હિંસક થઇ ગયો હતો. અધિકારીએ જણાવ્યું કે, ટેમ્પા ચાલકે તિક્ષ્ણ હથિયારથી પોલીસ અધિકારીના માથા પર હુમલો કર્યો. જુઓ Video...

પોલીસે જણાવ્યું કે આ મામલે તપાસ પોલીસના એક વરિષ્ઠ અધિકારી કરી રહ્યાં છે. પોલીસકર્મીને મારમાર્યાનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે, એક ટેમ્પા ચાલકની ગાડી અને પોલીસ વાહન વચ્ચે અકસ્માત સર્જાય હતો અને ટેમ્પો ચાલક બેકાબૂ બન્યો બને છે.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...