Mahadev Betting App Scam: મહાદેવ બેટિંગ એપ કેસમાં ભારતની તપાસ એજન્સીઓને મોટી સફળતા મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેટિંગ એપના માલિક સૌરભ ચંદ્રાકરની ઈન્ટરપોલ દ્વારા અટકાયત કરવામાં આવી છે, ત્યારબાદ તેને ભારત લાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ મહાદેવ એપના માલિક સૌરભ ચંદ્રાકરને એક અઠવાડિયાની અંદર ભારત લાવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દશેરા પર કેટલા દીવા પ્રગટાવવા મનાય છે શુભ? જાણો યોગ્ય નિયમ, દિશા અને સમય


એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇન્ટરપોલે CBIને જાણ કરી છે, જે નોડલ એજન્સી છે. તમને જણાવી દઈએ કે EDએ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. તમને જણાવી દઈએ કે મહાદેવ એપના માસ્ટરમાઈન્ડ સૌરભ ચંદ્રાકરના D કંપની (દાઉદ ઈબ્રાહિમ) સાથે પણ કનેક્શન છે. દેશના ઘણા રાજ્યોમાં મહાદેવ એપ વિરુદ્ધ કેસ નોંધાયેલા છે. આ એપને લઈને EDમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ડિસેમ્બર 2023માં સૌરભ ચંદ્રાકરને દુબઈમાં નજરકેદ કરવામાં આવ્યા હતા.


ઘરમાં એકલા હોય તો બિલકુલ ના જોતા આ ડરામણી ફિલ્મ! ઉભા થશે રૂવાડા, શ્રદ્ધાની છે ફેવરિટ


કેન્દ્રએ મહાદેવ બેટિંગ એપ પર લગાવ્યો પ્રતિબંધ
કેન્દ્ર સરકારે 5 નવેમ્બર, 2023ના રોજ મહાદેવ બેટિંગ એપ સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઈટને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. EDની ભલામણોને પગલે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 69A હેઠળ આદેશ જાહેર કરવામાં આવ્યા હતા. મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપ કેસ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે EDએ 'કેશ કુરિયર'નું ઈમેલ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાનો દાવો કર્યો, જેમાં ખુલાસો થયો છે કે છત્તીસગઢના તત્કાલિન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને UAE સ્થિત એપ પ્રમોટર્સ પાસેથી કથિત રીતે 508 કરોડ રૂપિયા મળ્યા હતા. જોકે બઘેલે આરોપોને ફગાવી દીધા હતા.


ગંભીર સામે મોટું ધર્મસંક્ટ! AUS માં કોણ કરશે રોહિતના સ્થાને ઓપનિંગ? આ છે 3 દાવેદાર


ઈડીએ 8 નવેમ્બરે નોંધ્યો હતો કેસ
મહાદેવ બેટિંગ એપપ અને તેના પ્રમોટર્સ વિરુદ્ધ છેતરપિંડીને લઈને મુંબઈ પોલીસે 8 નવેમ્બર 2023એ કેસ દાખલ કર્યો હતો. આરોપીઓ પર ચીટિંગ કરવાનો અને જુગાર રમાડવાનો આરોપ લાગ્યો હતો. આ મામલામાં માટુંગા પોલીસ સ્ટેશનમાં સૌરભ ચંદ્રાકર, રવિ ઉપ્પલ  સહિત 30થી વધુ લોકો પર કેસ દાખલ કર્યો હતો. ત્યારથી મુંબઈ ક્રાઈમ બાંચને આ કેસ સોંપવામાં આવ્યો અને બાદમાં તેની તપાસ માટે એક એસઆઈટી બનાવવામાં આવી. જોકે, આ મામલામાં સામાજિક કાર્યકર્તાએ નીચલી કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેમાં એપ અને તેના પ્રમોટર્સ વિરુદ્ધ એક્શન લેવાની માંગ તરી હતી. તેના પર સૂનાવણી થતાં  કોર્ટે માટુંગા પોલીસને કેસ દાખલ કરવા માટે જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે સૌરભ, રવિ વગેરે વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી. FIR પ્રમાણે, આરોપીઓએ લોકોને લગભગ 15 હજાર કરોડનો ચુનો લગાવ્યો છે.