Dussehra 2024: દશેરા પર કેટલા દીવા પ્રગટાવવા મનાય છે શુભ? જાણો યોગ્ય નિયમ, દિશા અને સમય

Vijayadashami 2024: ઘણા લોકો દશેરા પર દીવા પ્રગટાવે છે. શાસ્ત્રોમાં દશેરા પર દીવા પ્રગટાવવાના નિયમ વિશે જણાવવામાં આવ્યું છે. આજે અમે તમને જણાવીશું કે દશેરા પર કયા સમયે, કેવી રીતે અને કેટલા દીવા પ્રગટાવવા જોઈએ. આવો જાણીએ...

Dussehra 2024: દશેરા પર કેટલા દીવા પ્રગટાવવા મનાય છે શુભ? જાણો યોગ્ય નિયમ, દિશા અને સમય

Dussehra 2024 Upay: શારદીય નવરાત્રિની મહાનવમીના બીજા દિવસે એટલે કે દશમી પર દશેરાનો તહેવાર મનાવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં વિજ્યાદશમીના તહેવારનું ખુબ મહત્વ છે. આ દિવસે ભગવાન રામની પુજા કરવામાં આવે છે અને રાવણ દહન કરવામાં આવે છે. આ વર્ષે દશેરા 12 ઓક્ચોબરે એટલે કે શનિવારે મનાવવામાં આવશે.

દશેરા પર દીવા
ઘણા લોકો દશેરા પર દીવા પ્રગટાવે છે. શાસ્ત્રોમાં દશેરા પર દીવા પ્રગટાવવાના નિયમ વિશે વિગતવાર  માહિતી અપાઈ છે. આજે આપણે જાણીશું કે દશેરા પર કયા સમયે, કઈ રીતે અને કેટલા દીવા પ્રગટાવવા જોઈએ.

કેટલા દીવા પ્રગટાવવા?
જ્યોતિષ શાસ્ત્રો અનુસાર દશેરા પર તમામ દિશાઓમાં દીવા પ્રગટાવવા જોઈએ. તેના માટે તમારે 10 દીવા પ્રગટાવી શકો છો. આ દીવા માટે તમે સરસોના તેલનો ઉપયોગ કરી શકે છે. તેના સિવાય હિન્દુ ધર્મના પુજનીય છોડ તુલસી, પીપળો, શમી, બરગદ અને કેળા માટે 5 દિવા પ્રગટાવો. દશેરા પર પ્રભુ રામની પુજા કરવામાં આવે છે. તેના માટે તમારે એક ઘીનો દીવો પણ પ્રગટાવો.

કઈ દિશામાં રાખવો જોઈએ દીવો?
જ્યોતિષ શાસ્ત્રી અનુસાર દશેરા પર પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ સિવાય પૂર્વ-ઉત્તર (ઈશાન કોણ), દક્ષિણ પૂર્વ (અગ્નિ કોણ), પશ્ચિમ ઉત્તર (વાયવ્ય કોણ), દક્ષિણ પશ્ચિમ (નૈઋત્ય કોણ), ઉર્ધ્વ (ઉપરની બાજુ) દિશામાં દીવા પ્રગટાવવા શુભ માનવામાં આવે છે.

કયા સમયે દીવા પ્રગટાવવા જોઈએ દીવા?
દશેરા પર દીવા પ્રગટાવવાનો સમય ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. પ્રભુ રામ માટચે તમે સવારે અને સાંજે ઘીનો દીવો પ્રગટાવો, તેના સિવાય બાકી દીવા તમે સાંજના સમયે પ્રગટાવી શકો છો. સાંજનો સમય શુભ માનવામાં આવે છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે અને ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news