પટનાઃ બિહાર ચૂંટણીના પરિણામો બાદ પટનામાં તેજસ્વી યાદવને મહાગઠબંધન ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. આ દરમિયાન તેજસ્વી યાદવે કહ્યુ કે, બિહારની જનતા અમારી સાથે છે. અમે હાર્યા નથી હરાવવામાં આવ્યા છે. તેમણે પોસ્ટલ બેલેટ બીજીવાર ગણવાની માગ કરી છે. આરજેડી નેતાએ કહ્યુ કે, જનાદેશ મહાગઠબંધન સાથે હતો પરંતુ ચૂંટણી પંચનું પરિણામ એનડીએના પક્ષમાં હતું. આ પ્રથમવાર થયું નથી. 2015મા જ્યારે મહાગઠબંધન બન્યુ હતુ, ત્યારે મત અમારા પક્ષમાં હતા, પરંતુ ભાજપે સત્તા હાલિક કરવા બેક ડોર એન્ટ્રી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પંચની જવાબદારી, ઉમેદવારોની શંકા દૂર કરે
તેજસ્વી યાદવે કહ્યુ કે, ચૂંટણી પંચની જવાબદારી છે કે તે બધા ઉમેદવારોની શંકા દૂર કરે. રીકાઉન્ટિંગ ખુબ જરૂરી છે. સાથે રેકોર્ડિંગ દેખાડવું જોઈએ. તેમણે કહ્યું કે, 2015મા પણ નીતીશ કુમારે જનાદેશનું અપમાન કર્યુ હતું. નીતીશ કુમારને ખુરશી સાથે પ્રેમ છે અને આ લોગો છળ કપટથી ખુરશી હાસિલ કરે છે. જનતાએ અમારા રોજગારના મુદ્દાનો સ્વીકાર કર્યો. જનતાના નિર્ણયનું અમે સન્માન કરીએ છીએ. અમે હાર્યા નથી જીત્યા છીએ અને ધન્યવાદ યાત્રા કાઢીશું. હું બિહારના લોકોનો આભાર માનુ છું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube