નવી દિલ્હી : બિહારમાં મહાગઠબંધનની સીટોની જાહેરાત થઇ ચુકી છે. ઘણી મહેનત બાદ તમામ દળો સંમત થઇ ચુક્યા છે. આ સમજુતી હેઠળ સૌથી વધારે સીટો આજેડીને મળી છે. મહાગઠબંધનમાં સભ્ય દળોની વચ્ચે બિહારની 40 સીટો પર થયેલી વહેચણી હેઠળ આરજેડી 20, કોંગ્રેસ 9, રાલોસપા 5, વીઆઇપી અને હમને 3 સીટો ફાળવવામાં આવી છે. તમામ 40 સીટોની વહેંચણી થઇ ચુકી છે. જો કે મહાગઠબંધને સીપીઆઇને કોઇ સીટ આપી નથી. સીપીઆઇએ બેગુસરાય સાથે કનૈયા કુમારને પોતાનાં ઉમેદવાર બનાવ્યા છે. જો કે હવે એવું થતું નથી જોવા મળી રહ્યું. મહાગઠબંધને કોઇ પણ સીટો સીપીઆઇને નથી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહારમાં મહાગઠબંધને કરી સીટોની વહેંચણી, કોંગ્રેસને માત્ર 9 સીટો મળી

જો કે આરજેડીની તરફથી મનોઝ ઝાએ કહ્યું કે, તેઓ એખ સીટ સીપીઆઇ(એમએલ)ને સમર્થન આપશે. મહાગઠબંધનની દ્રષ્ટીએ સીપીઆઇ ખુબ જ નિરાશ છે. જો કે સૌથી વધારે નિરાશ જેએનયુનાં પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારને થશે. જો કે તેમ પણ માનવામાં આવે છે કે લાલુ પ્રસાદ યાદવનાં પુત્ર તેજસ્વી યાદવ કનૈયા કુમારને પસંદ નથી કરતા. કનૈયા અને તેજસ્વી એક જ ઉંમરના છે. એવામાં તેજસ્વીને ડર છે કે ક્યાંક કનૈયા તેમની જ જમીન હથિયા પર રાજનીતિમાં આગળ ન વધી જાય.


#जनता माफ नहीं करेगी: કોંગ્રેસનું હૃદય આતંકવાદીઓ માટે જ્યારે અમારૂ ત્રિરંગા માટે ધબકે છે

બેગસરાય પર રહેશે નજર
સીપીઆઇએ કનૈયા કુમારને બેગુસરાયથી પોતાનાં ઉમેદવાર બનાવ્યા છે. તેઓ બેગુસરાયનાં જ રહેવાસી છે. આ સીટો ભુમિહાર બહુલ છે. માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ અહીંથી ગિરિરાજસિંહને પોતાનાં ઉમેદવાર બનાવી શકે છે. એવામાં આરજેડીને લાગે છે કે તેઓ ગિરિરાજની સામે નબળાસાબિત થશે.