ભાજપમાં મહામંથન : પ્રથમ લિસ્ટ ફાઈનલ, જાણો કોણ ફાઇનલ કોને લાગશે ઝટકો
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી માટે ભાજપ મિશન મોડમાં છે. દિલ્લીમાં મહામંથન બાદ 100 ઉમેદવારોના નામ ફાઈનલ થઈ ગયા છે. ત્રીજી ટર્મમાં ભાજપે નવા ચહેરાઓ સાથે મેદાને ઉતરવાનું નક્કી કર્યુ છે તો અનેક વર્તમાન સાંસદોને ઝટકો મળશે. ત્યારે કેવી રીતે તૈયાર થયું છે ભાજપનું પ્રથમ લિસ્ટ.. જોઈએ આ ખાસ રિપોર્ટમાં..
Lok Sabha Election: લોકસભા ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ ફાઈનલ થઈ ગયું છે. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિના મહામંથન બાદ યાદી તૈયાર કરાઈ છે. દિલ્લી ભાજપ મુખ્યાલયમાં રાત્રે પોણા 11 વાગ્યે શરૂ થયેલી બેઠક રાત્રે સાડા 3 વાગ્યા સુધી ચાલી હતી. એટલે કે આ મહામંથન બાદ 100 લડવૈયાઓના નામ જાહેર કરવાનું નક્કી થયું છે. હવે આગામી બે દિવસમાં ભાજપ આ યાદી જાહેર કરી શકે છે.
Climate Change: ભારત માટે ચેતવણી : વગર સિઝનમાં વરસાદ પડશે, ઠંડી અને ગરમી વધશે
ગુજરાતની ITI માં મહિલાઓની ભરતીમાં ઉછાળોઃ કારણ જાણશો તો તમે પણ એડમિશન માટે મુકશો દોટ
ભાજપની પ્રથમ યાદીમાં હાઈપ્રોફાઈલ નામો ફાઈનલ કરી દેવાયા છે.. જેમ કે નરેન્દ્ર મોદી વારાણસી, અમિત શાહ ગાંધીનગર તો લખનઉથી રાજનાથસિંહની ચૂંટણી લડવી નક્કી છે. આ સાથે ગત ચૂંટણીમાં જે બેઠકો પર હાર્યા કે ઓછા માર્જિનથી જીત્યા હોય તેવી બેઠક પર ખાસ ધ્યાન અપાયું છે. રાત્રે ભાજપના મહામંથનમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, આસામ, તેલંગાણા, કેરળ સહિતના રાજ્યો સામેલ હતા. મોદી સરકારમાં રાજ્યસભાથી જે કેન્દ્રીય પ્રધાનો બન્યા હતા, તેમને આ વખતે લોકસભાના જંગમાં ઉતારી શકાય છે.
BIG NEWS: ગુજરાતમાં જંત્રી રેટથી નહીં વસૂલાય ફ્લેટોની ફી, રિડેવલોપમેન્ટમાં આવશે તેજી
ચારેબાજુ ધૂમાડો, જમીન પર પડ્યા લોકો...બેંગલુરૂના કેફેમાં બ્લાસ્ટનો વીડિયો સામે આવ્યો
જેમા ભૂપેન્દ્ર યાદવ, જ્યોતિરાદિત્યસિંધિયા, નિર્મલા સીતારમણ, ધર્મેન્દ્ર પ્રધાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રીઓને ટિકિટ મળી શકે છે. વિજય રૂપાણીને પોરબંદરથી ચૂંટણી લડાવાય તેવી ચર્ચા છે, તો રાજસ્થાનમાં વસુંધરા રાજેને ટિકિટ અપાય તેવી શક્યતા છે. વળી આ ચૂંટણીમાં મહિલા શક્તિ પર ભાર મુકવાનો પણ પ્લાન છે..
મે મહિનામાં સર્જાશે ગજલક્ષ્મી યોગ, આ 5 રાશિઓને ચારેય દિશામાંથી મળશે ફાયદો જ ફાયદો
લોટ-ચોખા બાદ સરકાર વેચશે સસ્તી 'ભારતીય મસૂર દાળ', શું હશે ભાવ અને ક્યાં મળશે?
આ લોકસભા ચૂંટણીમાં સૌનું ધ્યાન ખેંચનાર નામ ભોજપુરી સુપરસ્ટાર પવનસિંહનું પણ છે. જેને બંગાળની આસનસોલ બેઠક પર શત્રુઘ્નસિંહા સામે ટિકિટ આપવાનું આયોજન છે. તો મિશન સાઉથને મજબૂત કરવા તમિલનાડુમાં અન્નામલાઈને મેદાને ઉતારાશે. જ્યારે કે ભોપાલથી વર્તમાન સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની જગ્યાએ પૂર્વ સીએમ શિવરાજસિંહને ટિકિટ મળી શકે છે. આમ ભાજપ અનેક બેઠકો નવા અને ચોંકાવનારા નામ જાહેર કરી શકે છે.
સામે આવ્યો મુકેશ અંબાણી-નીતા ભાભીનો રોમેન્ટીક ડાન્સ વિડીયો, ક્યૂટ લાગે છે કપલ
બેંગ્લોરના રામેશ્વર કેફેમાં બ્લાસ્ટ, 5 લોકો ગંભીર રીતે ઘાયલ, ભેદી બ્લાસ્ટની તપાસ શરૂ
વાત વર્તમાન સાંસદોની કરીએ તો, 60થી 70 સાંસદોની ટિકિટ કપાઈ શકે છે.. ત્રીજી ટર્મમાં ભાજપે નવી ટીમ સાથે મેદાને ઉતરવાની તૈયારી કરી છે. ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં દરેક બેઠક દીઠ અલગ રણનીતિ તૈયાર કરાઈ છે. જેમાં ખાસ ધ્યાન એ વાત પર અપાયું કે બેઠક જીતવા માટે સૌથી સારા ઉમેદવાર કોણ છે. જેથી ભાજપ 370 તો NDA 400 બેઠકને પાર પહોંચી શકે..