Nita Mukesh Ambani Dance Video: સામે આવ્યો મુકેશ અંબાણી-નીતા ભાભીનો રોમેન્ટીક ડાન્સ વિડીયો, ક્યૂટ લાગે છે કપલ

Nita Ambani Dance Video: અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટના પ્રી વેડિંગ ફંક્શનમાંથી મુકેશ અંબાણી અને નીતા અંબાણી ડાન્સ વીડિયો સામે આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો નવો જ છે અને રિહર્સલ વીડિયો છે. સોશિયલ મીડિયા પર આવતાં જ આ ક્લિપ છવાઇ ગઇ છે. આવો તમને પણ બતાવીએ વીડિયો... 

Nita Mukesh Ambani Dance Video:  સામે આવ્યો મુકેશ અંબાણી-નીતા ભાભીનો રોમેન્ટીક ડાન્સ વિડીયો, ક્યૂટ લાગે છે કપલ

Nita Ambani Dance at Anant-Radhika Pre-Wedding: અનંત અંબાણીની પ્રી વેડિંગ સેરેમની જોરશોરથી ચાલી રહી છે. ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નની પ્રી વેડિંગ ફંક્શન થઇ રહ્યું છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખાસ વાયરલ થઇ રહ્યો છે જેમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી ડાન્સ રિહર્સલ કરતાં જોવા મળી રહ્યા છે. આ વિડીયો ખૂબ સુંદર છે. ચાલો બતાવીએ.
नीता अंबानी

અત્રે ઉલ્લેખનીય છે કે અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન માટે શનાયા કપૂર, અનન્યા પાંડે, અનિલ કપૂર, આમિર ખાન, સલમાન ખાન, શાહરૂખ ખાન, માધુરી દીક્ષિતથી માંડીને રિહાના જેવા સેલેબ્સ જામનગર પહોંચી ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે આ સેલેબ્સ પરર્ફોમન્સ પણ આપવાના છે. રિહાના તો 1 માર્ચના રોજ પરર્ફોમન્સ કરશે જેના માટે તેમણે કરોડો રૂપિયાની ફી ચાર્જ કરી છે. 

પ્રી-વેડિંગ ફંક્શનની મ્યુઝિકલ નાઈટના થોડા સમય પહેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ડાન્સનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે રાજ કપૂરની ફિલ્મ 'શ્રી 420'ના 'પ્યાર હુઆ ઈકરાર હુઆ હૈ' પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. નીતા અંબાણી સુંદર સાડીમાં જોવા મળે છે. બંનેનો આ વીડિયો ખરેખર ખૂબ જ ક્યૂટ છે.

Anant Ambani અને Radhika Merchant ના લગ્ન
અત્રે ઉલ્લેખનીય છે કે અનંત રાધિકા જુલાઇ 2024 માં લગ્ન કરી રહ્યા છે. આ પહેલાં બંને ગુજરાતના જામનગરમાં લગ્ન પહેલાંના ફંક્શન થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક ઇન્વિટેશન કાર્ડ પણ સામે આવ્યું છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે 1 માર્ચ 2024 ના રોજ મ્યૂઝિક નાઇટ છે. જોકે સાંજે 5:30 થી શરૂ થઇ જશે. તેના માટે એલિજેંટ કોકટેલ થીમ પર ડ્રેસ કોડ પણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news