શું તમે મહાઆર્યમન સિંધિયાને જાણો છો ખરા? શું સિંધિયા અટકથી તમને કોઈ હિંટ મળી? જી હા અમે અહીં જેમની વાત કરી રહ્યા છીએ તે સિંધિયા શાહી પરિવારના પુત્ર એટલે કે કેન્દ્રીયમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્રની વાત કરીએ છીએ. મહાઆર્યમન સિંધિયા આમ તો મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સભ્ય છે. આ સાથેજ મહાઆર્યમનને ક્રિકેટ મ્યૂઝિક ઉપરાંત બિઝનેસમાં પણ ખુબ રસ છે. તેમણે અત્યાર સુધીમાં બે સ્ટાર્ટઅપ પણ શરૂ કર્યા છે. અત્રે જણાવવાનું કે મહાઆર્યમનના વેજિટેબલ સ્ટાર્ટઅપ માયમંડી (MyMandi) નું મહિને લગભગ એક કરોડનું ટર્નઓવર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિતાની જેમ જ તેમણે શરૂઆતનો અભ્યાસ દૂન સ્કૂલથી કર્યો છે. ત્યારબાદ ગ્રેજ્યુએશન ગેલ યુનિવર્સિટીથી કર્યું છે. અભ્યાસ પૂરો થયા બાદ મહાઆર્યમને બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ સાથે મળીને કામ કર્યું છે. અત્રે જણાવવાનું કે મહાઆર્યમન મ્યૂઝિક અને ફૂડમાં પણ ખુબ રસ ધરાવે છે. પોતાના આ શોખને ધ્યાનમાં રાખીને જ મહાઆર્યમને કેમ્બેલ નામના એક મ્યૂઝિક ફેસ્ટિવલ અને પ્રવાસ નામથી એક કલ્ચરલ ઈવેન્ટની પણ શરૂઆત કરી છે. વાત કરીએ આ ઈવેન્ટ્સની એન્ટ્રી ફીની તો તે સામાન્ય માણસના બજેટની બહાર છે. કારણ કે કેમ્બેલની એન્ટ્રી ફી પ્રતિ વ્યક્તિ 75 હજાર રૂપિયા છે. જ્યારે પ્રવાસની એન્ટ્રી ફી લગભગ 2 લાખ રૂપિયા પ્રતિ વ્યક્તિ રાખવામાં આવી છે. 



મળતી માહિતી મુજબ મહાઆર્યમનના વેજીટેબલ સ્ટાર્ટઅપ માયમંડી (MyMandi) એક ઓનલાઈન એગ્રીગેટર છે. તેનું મહિને લગબગ એક કરોડનું ટર્નઓવર છે અને કંપનીનું અનુમાન છે કે ડિસેમ્બર 2023ના અંત સુધીમાં તેની રેવન્યુ લગભગ 5 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. તે લોકોને તાજા શાકભાજી અને ફળો ઉપલબ્ધ કરાવે છે. માયમંડી કંપની સ્કેલ મોડલ પર કામ કરે છે. આ સાથે જ કંપની જથ્થાબંધમાં શાકભાજી અને ફળ ખરીદે છે અને તેને વિક્રેતાઓને વેચે છે. હાલ તેની પહોંચ જયપુર, નાગપુર, ગ્વાલિયર અને આગ્રામાં છે. 



મહાઆર્યમન ગ્વાલિયરના 400 રૂમવાળા જયવિલાસ મહેલમાં રહે છે. વર્ષ 1874માં આ મહેલને બનાવવામાં લગભગ 1.1 કરોડ રૂપિયા ખર્ચો થયો હતો. આજે જય વિલાસ મહેલની કિંમત લગભગ 4 હજાર કરોડ રૂપિયા જેટલી છે. હાલમાં તેમના પિતા જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રી છે. ચૂંટણી પંચના સોગંદનામા મુજબ તેમના પિતાની કુલ નેટવર્થ 379 કરોડ રૂપિયા છે. 



માતાનું ગુજરાત કનેક્શન
સિંધિયા પરિવારના પુત્રવધુ અને જ્યોતિરાદિત્ય સિંધિયાના પત્ની તથા મહાઆર્યમનના માતા પ્રિયદર્શિની રાજે સિંધિયાનો જન્મ ગુજરાતના વડોદરામાં ગાયકવાડ મરાઠા પરિવારમાં થયો છે. પ્રિયદર્શિનીના માતા નેપાળના રાજવી પરિવાર સાથે પણ સંબંધ ધરાવે છે. જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયદર્શિનીના લગ્ન 12 ડિસેમ્બર 1994ના રોજ થયા હતા. તેઓ દેશના 50 સુંદર મહિલાઓમાં પણ સ્થાન મેળવી ચૂક્યા છે. ફેમિનાએ 2012માં દેશની 50 સુંદર મહિલાઓની યાદીમાં તેમને સામેલ કર્યા હતા. 2008માં પ્રિયદર્શિનીને બેસ્ટ ડ્રસ્ડ હોલ ઓફ ફેમ લિસ્ટમાં પણ સ્થાન મળ્યું હતું. જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયદર્શિની સિંધિયાને મહાઆર્યમન સિંધિયા ઉપરાંત એક પુત્રી છે જેમનું નામ અનન્યા છે.