ગોરખપુર : શાળાની યુવતીઓના શૌચાલયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ મહારાજગંજ પોલીસે શાળા પ્રાધાનાચાર્ય સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. મહારાજાગંજ જિલ્લા પોલીસ દ્વારા પોક્સો એક્ટ અને આઇટી એક્ટ હેઠળ ચારેય આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરી લેવાયો છે. કેસ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મોટા પ્રમાણમાં યુવતીઓના માતા - પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પ્રદર્શન કરવા લાગ્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાજાગંજના અપર પોલીસ અધીક્ષક આશુતોષ શુક્લાએ જણાવ્યું કે, સવારે વિદ્યાર્થીઓની સાથે તેનાં માતા-પિતાએ વિડિયો સંબંધિત ઘટના મુદ્દે પ્રદર્શન કર્યું. સીબીએસઇ બોર્ડની ઉક્ત સ્કુલ દસમા ધોરણ સુધીની છે. તેમણે જણાવ્યું કે શાળના પ્રાધાનાચાર્ય, તેના ભાઇ અને અન્ય બે શિક્ષકોની ધરપકડ કરી લેવામાં આવી છે. શુક્લાએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે એવરેસ્ટ પબ્લિક સ્કુલના મુખ્ય આચાર્ય અંખો પુરોના ભાઇ એજોએ યુવતીઓનાં શૌચાલયમાં પાંચ છ મહિના પહેલા જ કેમેરો લગાવ્યો હતો.

શાળા શિક્ષકો અશ્વિની ગુપ્તા અને વિજય બહાદુરે આ કેમેરાને જોયો અને તેનો વીડિયો માર્ચમાં સોશ્યલ મીડિયામાં વાઇરલ કરી દેવામાં આવ્યો. જો કે ત્યારે વીડિયો વધારે લોકોની નજરમાં આવ્યો નહોતો. શાળા તંત્રએ બંન્ને શિક્ષકોની હકાલપટ્ટી કરી દીધી. જો કે તેઓએ આ વીડિયો ફરીથી વાઇરલ કર્યો હતો. બીજી તરફ શાળાનાં આચાર્યનું કહેવું છે કે તેમને કેમેરા અંગે કોઇ જ માહિતી નહોતી. હું છેલ્લા 20 વર્ષથી શાળામાં પ્રિન્સિપાલ છું. અને મારુ સમાજમાં સારુ સન્માન છે. મને ગુપ્ત કેમેરા અંગે કંઇ પણ જાણવા નથી મળ્યું. વિડિયો નકલી પણ હોઇ શકે છે. કંઇ પણ થાય, શાળા પ્રબંધન અસલ દોષીતોને પકડવામાં પોલીસની મદદ કરશે.