વારાણસી: મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર દ્વારા હનુમાન ચાલીસાના પાઠ જેવો કિસ્સો હવે ધર્મની નગરી કાશી સુધી પહોંચ્યો છે. વારાણસીમાં શ્રીકાશી વિશ્વનાથ જ્ઞાનવાપી મુક્તિ આંદોલન દ્વારા લાઉડસ્પીકર લગાવવામાં આવ્યા છે. જ્યાં અઝાનના સમયે મોટા અવાજમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે છે. આ લાઉડસ્પીકર ઘરોની છત પર લગાવવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વારાણસીના સાકેત નગર વિસ્તારમાં આંદોલનના અધ્યક્ષ સુધીર સિંહે પોતાના ઘરેથી જ તેની શરૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે અઝાનના દરેક સમયે આ પ્રકારે લાઉડસ્પીકર દ્વારા હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. તેમણે કહ્યું કે તેમનો હેતુ હિંદુ-મુસ્લિમ સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો નથી.


પોતાના ઘરમાંથી હનુમાન ચાલીશાના પાઠ લાઉડસ્પીકર લગાવીને શરૂ કરનાર શ્રી કાશી વિશ્વનાથ જ્ઞાનવાપી મુક્તિ આંદોલનના અધ્યક્ષ સુધીર સિંહે જણાવ્યું કે કાશીમાં વહેલી સવારથીથી મંદિરોમાં વૈદિક પાઠ થતા હતા અને પુજા-પાઠ અને હનુમાન ચાલીસાના પણ પાઠ થતા હતા, પરંતુ દબાણના કારણે આ તમામ ચીજો બંધ કરી દેવામાં આવી હતી.


સુધીર સિંહે જણાવ્યું કે, તેના પાછળ કોર્ટના તે આદેશનો હવાલો આપવામાં આવ્યો હતો, જેમાં ધ્વનિ પ્રદૂષણનું કારણ બતાવવામાં આવ્યું હતું, અમે અમારા મંદિરોમાંથી લાઉડસ્પીકર તો હટાવી દીધા, પરંતુ મસ્જિદો પર આ પ્રકારના લાઉડસ્પીકર લાગેલા જ રહ્યા, જેમાં સવારે 4.30 વાગ્યાથી અઝાનનો અવાજ આવવા લાગે છે.


સુધીર સિંહે વધુમાં જણાવ્યું હતું કે, અમે લોકોએ નક્કી કર્યું કે જ્યારે અઝાનનો અવાજ આવી રહ્યો છે, તો પછી શા માટે આપણે આપણા મંદિરોમાંથી લાઉડસ્પીકર પર વૈદિક મંત્રો અને હનુમાન ચાલીસાના પાઠ પણ ન કરીએ. આ કારણે અમે અઝાન શરૂ થતાં જ લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવાનું શરૂ કર્યું.


સુધીર સિંહે કહ્યું કે, અઝાનના અવાજને લઈને ભૂતકાળમાં પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે કે અઝાનનો અવાજ ધીમો કરો, જેથી અમે તેના અવાજથી પરેશાન ન થઈએ. તેમણે જણાવ્યું કે તે અત્યારે ચારથી પાંચ વખત લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા છે, પરંતુ નિયમ પ્રમાણે હનુમાન ચાલીસાનો પાઠ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે જ કરવામાં આવે છે, તેથી આગળ જતાં આ બે સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube