નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સરકાર રચનાનું કોકડું હજુ પણ ગુંચવાયેલું જ છે. શિવસેના પોતાની માગણીઓ મનાવવા બાબતે અડગ છે તો ભાજપ પોતાની શરતો પર રાજ્યમાં સરકાર બનાવવા જીદ પકડીને બેઠું છે. જેના કારણે રાજ્યમાં ભાજપ અને શિવસેના વચ્ચે સરકારની રચના અંગે ખેંચતાણ ચાલી રહી છે. આ તમામ ગતિરોધ વચ્ચે બુધવારે દેશના ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને મહારાષ્ટ્રના મુદ્દે તેમની સાથે ચર્ચા કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોએ Zee Mediaને જણાવ્યું કે, "ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે મહારાષ્ટ્રમાં સરકારની રચનાના મુદ્દે વડાપ્રધાન મોદીને મળ્યા હતા. આ ઉપરાંત તેમણે ભાજપના નેતા ભુપિંદર યાદવ સાથે પણ શિવસેના સાથેના ગઠબંધન અંગે ચર્ચા કરી હતી."


શિવસેના મુખ્યમંત્રી પદની માગણી સાથે રાજ્યમાં 50-50 ફોર્મ્યુલા અપનાવવાની માગ સાથે અડગ છે. જેના કારણે રાજ્યમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન આગળ નથી વધી રહ્યું. ભાજપના નેતાઓ શિવસેનાની માગણી પ્રત્યે નમતું ઝોખવા તૈયાર નથી અને તેઓ દેવેન્દ્ર ફડણવીસને જ 5 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે જોવા માગે છે. 


શિવસેના સાથે સરકાર બનાવવાનો સવાલ જ નથી, અમને વિરોધ પક્ષમાં બેસવાનો જનાદેશ મળ્યો છેઃ શરદ પવાર


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....