મહારાષ્ટ્રના અમરાવતીમાં 54 વર્ષના એક કેમિસ્ટ ઉમેશ કોલ્હેની ચાકૂના ઘા ઝીકીને હત્યા કરી નાખવામાં આવી. પોલીસે આ મામલે કાર્યવાહી કરતા 6 આરોપીઓની ધરપકડ કરી લીધી. રાજસ્થાનના ઉદયપુરના દરજી કન્હૈયાલાલની જેમ કેમિસ્ટ ઉમેશ કોલ્હેએ પણ નુપુર શર્માની પોસ્ટનું સમર્થન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરાવતીમાં હતી ઉમેશ કોલ્હેની દુકાન
એટીએસના સૂત્રોના જણાવ્યાં મુજબ મૃતક ઉમેશ કોલ્હેએ અમરાવતીમાં જાનવરોના ખાવાની દુકાન છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મોટાભાગના ગ્રાહકો મુસ્લિમ છે. જે 6 લોકોની પોલીસે ધરપકડ કરી તેમાંથી એક ઉમેશ કોલ્હેનો ગ્રાહક જ છે. તેણે જ અન્ય લોકોને ઉમેશની ફેસબુક પોસ્ટ વિશે જણાવ્યું હતું. 


નુપુર શર્માનું સમર્થન કરવા બદલ થઈ હત્યા
પોલીસના જણાવ્યાં મુજબ કેમિસ્ટ ઉમેશ કોલ્હેએ ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર કથિત રીતે કોઈ કોમેન્ટ કરી હતી. અધિકારીઓને શક છે કે આ પોસ્ટને લઈને ઉમેશ કોલ્હેની હત્યા થઈ. 


6 લોકોની ધરપકડ
પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ 21 જૂનના રોજ ઉમેશ કોલ્હેની હત્યા થઈ અને અત્યાર સુધીમાં આ મામલે 6 લોકોની ધરપકડ થઈ છે. નોંધનીય છે કે નુપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જેના વિરુદ્ધ દેશ અને દુનિયાના અનેક ભાગમાં પ્રદર્શન થયા હતા. 


શું છે આરોપીઓના નામ?
ઉમેશ કોલ્હે હત્યાકાંડમાં 6 આરોપીઓ અત્યાર સુધીમાં પકડાયા છે. જેમના નામ મુદસ્સિર, અહમદ, શાહરૂખ પઠાણ, અબ્દુલ, શોએબ ખાન, અતીપ રાશિદ અને યુસુફ ખાન છે. 


કન્હૈયાલાલની હત્યા થઈ તેના એક અઠવાડિયા પહેલાની ઘટના
નોંધનીય છે કે આ ઘટના રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યાની ઘટના ઘટી તેના એક અઠવાડિયા પહેલાની છે. અમરાવતી પોલીસના એક અધિકારીએ કહ્યું કે ઉમેશ અમરાવતીમાં એક દવાની દુકાન ચલાવતો હતો. તેણે કથિત રીતે નુપુર શર્માના સમર્થનમાં વોટ્સએપ ગ્રુપમાં કઈક પોસ્ટ શેર કરી હતી. ઉમેશે ભૂલથી આ પોસ્ટ એક એવા વોટ્સએપ ગ્રુપમાં મોકલી દીધી જેમાં અન્ય સમુદાયના પણ સભ્ય હતા. 


અધિકારીના જણાવ્યાં મુજબ ઈરફાન ખાન નામના વ્યક્તિએ કથિત રીતે ઉમેશની હત્યાનું ષડયંત્ર રચ્યું અને તે માટે પાંચ લોકોની મદદ લીધી. તેમણે કહ્યું કે ઈરફાને તે પાંચ લોકોને 10-10 હજાર રૂપિયા આપવાનો અને એક કારમાં સુરક્ષિત રીતે ફરાર થવામાં મદદ કરવાનું વચન આપ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube