નવી દિલ્હી: મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે (Anil Deshmukh) આખરે પદેથી રાજીનામું આપી દીધુ છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે તાજેતરમાં એક પત્ર લખીને અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનો આરોપ લગાવ્યો  હતો. ત્યારબાદથી જ અનિલ દેશમુખ વિરોધીઓના નિશાને હતા. આજે જ બોમ્બે હાઈકોર્ટે તેમના વિરુદ્ધ સીબીઆઈ તપાસને મંજૂરી આપી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદથી રાજ્યમાં રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. આ મામલે જયશ્રી પટેલની અરજી પર આજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી પણ થઈ. બીજી બાજુ એનસીપીની હાઈ લેવલ મીટિંગ બાદ અનિલ દેશમુખે મંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. 


એનસીપીની હાઈ લેવલ મીટિંગ
અનિલ દેશમુખ મામલે થયેલી એનસીપીની હાઈ લેવલની મીટિંગમાં શરદ પવાર, અનિલ દેશમુખ, અજિત પવાર, અને સુપ્રીયા સુલે હાજર રહ્યા હતા. આ બેઠક જયશ્રી પટેલની અરજી પર આવેલા હાઈકોર્ટના નિર્ણય બાદ યોજાઈ. પાર્ટી સૂત્રોના જણાવ્યાં મુજબ બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા થઈ છે. ત્યારબાદ જ દેશમુખે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પોતાનું રાજીનામું સોંપી દીધુ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube