મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ વૃદ્ધામાં પણ જોવા મળ્યો ગજબનો ઉત્સાહ
રાજ્યના સાંગલી જિલ્લાના ઈસ્લામપુરમાં 106 વર્ષનાં વૃદ્ધા જરીના શેખે મતદાન કર્યું હતું. દરેક ચૂંટણીમાં જરીના શેખ મતદાન કરતાં રહ્યાં છે. અકોલામાં દૃષ્ટિહીન દિવ્યાંગોએ પણ મતદાનમાં ભારે ઉત્સાહ દેખાડ્યો હતો. અહીં દૃષ્ટિહીન લોકો માટે બ્રેઈલ લિપીની વિશેષ વ્યવસ્થાકરાઈ હતી. દરેક ઉમેદવારનું નામ અને ચૂંટણી ચિન્હ બ્રેઈલ લીપીમાં આપવામાં આવ્યું હતું.
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠક માટે સોમવારે મતદાન યોજાયું હતું. મતદાનમાં મુંબઈમાં રહેતી તમામ સિલિબ્રિટીઝે મતદાન કર્યું હતું. આ બધાની વચ્ચે 91 વર્ષના એક વૃદ્ધ પણ મતદાન કરવા પહોંચ્યા હતા. પોલીંગ બુથ પર પહોંચેલા વયસ્ક અનંત પાલશેતકરે મુંબઈના તાડદેવ વિસ્તારમાં મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, આજે તેમની આંખોનું ઓપરેશન છે, એટલે આંખોની સર્જરી પહેલા તેમણે મતદાનનો નિર્ણય લીધો હતો.
રાજ્યના સાંગલી જિલ્લાના ઈસ્લામપુરમાં 106 વર્ષનાં વૃદ્ધા જરીના શેખે મતદાન કર્યું હતું. દરેક ચૂંટણીમાં જરીના શેખ મતદાન કરતાં રહ્યાં છે. અકોલામાં દૃષ્ટિહીન દિવ્યાંગોએ પણ મતદાનમાં ભારે ઉત્સાહ દેખાડ્યો હતો. અહીં દૃષ્ટિહીન લોકો માટે બ્રેઈલ લિપીની વિશેષ વ્યવસ્થાકરાઈ હતી. દરેક ઉમેદવારનું નામ અને ચૂંટણી ચિન્હ બ્રેઈલ લીપીમાં આપવામાં આવ્યું હતું.
મુંબઈઃ રાજ્યસભા MP સુભાષ ચંદ્રાએ આપ્યો વોટ, મોટી સંખ્યામાં મતદાનની કરી અપીલ
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 164, શિવસેનાએ 126, કોંગ્રેસે 147, એનસીપીએ 121, મનસેએ 101, બસપાએ 262, વીબીએએ 288, સીપીઆઈએ 16, સીપીઆઈ(એમ)એ 8, અન્ય નોંધાયેલા પક્ષોએ 604 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. 1400 અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.
મહારાષ્ટ્ર: મત આપતા પહેલા સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા આદિત્ય ઠાકરે, વરલી સીટથી લડી રહ્યાં છે ચૂંટણી
રાજ્યના કુલ 8.97 મતદારોમાંથી 4.68 કરોડ પુરુષ અને 4.28 કરોડ મહિલાઓ છે, સાથે જ 2,634 ટ્રાન્સજેન્ડર મતદાર છે. મહારાષ્ટ્રમાં રાજ્ય પોલીસ અને કેન્દ્રીય પક્ષોના 3 લાખ કરતાં વધુ સુરક્ષા કર્મચારીને તૈનાત કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: માધુરીથી લઇને દીયા મિર્ઝા સહિતના સ્ટાર્સે આપ્યો મત, જુઓ Pics...
મહારાષ્ટ્રમાં મેદાનમાં ઉતરેલા કુલ 3,235 ઉમેદવારોમાં મહિલાઓની સંખ્યા માત્ર 236 છે અને બાકીના 3,000 પુરુષ છે. ચૂંટણી પંચે 9,66,661 મતદાન કેન્દ્ર બનાવ્યા છે અને રાજ્યમાં મતદાન માટે VVPAT EVMની કુલ સંખ્યા 1,35,021 છે.
જુઓ LIVE TV...