એનસીપી આપશે શિવસેનાને સમર્થન? શરદ પવારે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
એનસીપી પ્રમુખ શરદ પવારને જ્યારે આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે કોંગ્રેસ એનસીપી ગઠબંધન અને તેમની સાથે આગળની રણનીતિ પર વિચાર કરીશું.
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપ-શિવસેના ગઠબંધનને બહુમત મળતુ જોવા મળી રહ્યું છે. પરંતુ આ બંને પાર્ટીઓ વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ ચાલી રહી છે. શિવસેના જ્યાં પોતાનો મુખ્યમંત્રી ઈચ્છે છે ત્યાં ભાજપ શિવસેનાને ડેપ્યુટી સીએમ પદ આપવા પર વિચાર કરી રહી છે. આવામાં એવા પણ સમાચાર આવી રહ્યાં છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપી શિવસેનાને સમર્થન આપી શકે છે. જેથી કરીને ભાજપને સત્તામાંથી બહાર કરી શકાય.
મહારાષ્ટ્ર-હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ, પળે પળની અપડેટ માટે કરો ક્લિક
એનસીપી પ્રમુખ શરદ પવારને જ્યારે આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે કોંગ્રેસ એનસીપી ગઠબંધન અને તેમની સાથે આગળની રણનીતિ પર વિચાર કરીશું. જ્યાં સુધી શિવસેના સાથે જવાની વાત છે તો કહી દઉ કે અમારી વિચારધારા તેમની સાથે મળતી નથી. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધનના સવાલ પર શરદ પવારે કહ્યું કે શિવસેનાની સાથે વિચારધારા મળતી નથી.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...