Assembly Election Results 2019: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાનો દબદબો યથાવત, હરિયાણામાં કોકડું ગૂંચવાયું

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019(Maharashtra Assembly Elections 2019) અને હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019 (Haryana Assembly Elections 2019) ના આજે પરિણામ જાહેર થયા છે. 

Assembly Election Results 2019: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાનો દબદબો યથાવત, હરિયાણામાં કોકડું ગૂંચવાયું

ચંડીગઢ/મુંબઈ/નવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019(Maharashtra Assembly Elections 2019) અને હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019 (Haryana Assembly Elections 2019) ના આજે પરિણામ જાહેર થયા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ હતી. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી થઈ રહી છે. બંને રાજ્યો અને 51 બેઠકોની પેટાચૂંટણી માટે 21મી ઓક્ટોબરે મતદાન થયું હતું.  હરિયાણામાં વિધાનસભાની 90 બેઠકો માટે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોમાં ગડબડીઓ અને કેટલાક સ્થળો પર મામૂલી ઝડપ વચ્ચે 1.83 કરોડથી વધુ મતદારોમાંથી 62 ટકા જેટલા મતદારોએ મતદાન કર્યું. હરિયાણામાં લગભગ 62 ટકા વોટિંગ થયું છે. જ્યારે મહારાષ્ટ્રમાં તમામ 288 બેઠકો માટે લગભગ 58.61 ટકા મતદાન થયું છે. 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામ
  લીડ જીત   લીડ જીત
ભાજપ 00 105 ભાજપ + 00 40
શિવસેના 00 56 કોંગ્રેસ  00 31
કોંગ્રેસ 00 44 જેજેપી 00 10
એનસીપી 00 54 અન્ય 00 9
અન્ય 00 29      
કુલ (288) 00 288 કુલ (90) 00 90

ગુજરાતની પેટાચૂંટણીઓના પરિણામોની પળેપળની અપડેટ માટે કરો ક્લિક...

લાઈવ અપડેડ્સ...

- પ્રિયંકા ગાંધી હાલ રાયબરેલીમાં છે તેમણે કહ્યું કે મેં હજુ ટ્રેન્ડ જોયા નથી પરંતુ મને હરિયાણા અને મહારાષ્ટ્ર માટે ખુશી છે. યુપીમાં પણ અમારા મતોની ટકાવારી વધી છે. 

— ANI UP (@ANINewsUP) October 24, 2019

- મહારાષ્ટ્રની કુલ 51 બેઠકોના પરિણામ જાહેર કરી દેવાયા છે જેમાં ભાજપને 18માં, શિવસેના 12, કોંગ્રેસ 10, એનસીપી 9 અને અન્યના ફાળે 2 બેઠકો ગઈ છે.
- છેલ્લે મળતી માહિતી મુજબ હરિયાણાની 30 બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે. જેમાંથી 13માં ભાજપ અને 10 પર કોંગ્રેસ જીતી છે. આ ઉપરાંત 5 બેઠકો જેજેપીના ખાતે ગઈ છે.
- - હોકી ટીમના પૂર્વ કેપ્ટન અને ભાજપના ઉમેદવાર સંદીપ સિંહ પિહોવા લગભગ 5000 મતોથી જીતી ગયા છે.  
- ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્રમાં ભાજપે 5 સીટો જીતી અને 97 પર આગળ છે. જ્યારે શિવસેનાએ 5 બેઠકો પર જીત મેળવી અને 55 પર આગળ છે. એનસીપી એક બેઠક જીતી અને 54 પર આગળ છે જ્યારે કોંગ્રેસ 44 બેઠકો પર આગળ છે. 

— ANI (@ANI) October 24, 2019

-  પરિણામો બાદ એનસીપી નેતા શરદ પવારે કહ્યું આ વખતે ચૂંટણીની મર્યાદા તોડાઈ. કોંગ્રેસ-એનસીપી કાર્યકરોએ સાથે મળીને કામ કર્યું. જે માહોલ પેદા કરવામાં આવ્યું હતું કે 220થી આગળ જઈશું, જનતાએ તેને ફગાવ્યું. જનતાએ 220 બેઠકોના દાવાને ન સ્વીકાર્યો. અમે જનાદેશને નમ્રતાથી સ્વીકારીએ છીએ. આનાથી પણ આગળ જવાની અમારી કોશિશ હતી પરંતુ વિપરિત પરિસ્થિતિઓમાં પણ અહીં સુધી પહોંચ્યા તેનો આનંદ છે. 

— ANI (@ANI) October 24, 2019

- શિવસેનાના અજય ચૌધરી શિવડી બેઠક પરથી 39,337 મતોથી જીત્યા. 
- હરિયાણામાં બીએસપી પણ એક બેઠક પર આગળ છે. 
- હરિયાણામાં રસપ્રદ થયું ગણિત, ભાજપ-કોંગ્રેસનું નેતૃત્વ થયું એક્ટિવ, દુષ્યંત ચૌટાલા કિંગ મેકરની ભૂમિકામાં, મનોહરલાલ ખટ્ટર દિલ્હી જશે. 
- પરલી બેઠક પરથી પંકજા મુંડે 21000 મતોથી પાછળ, ફડણવીસ સરકારમાં છે મંત્રી
- રૂઝાન આવતા જ શિવસેનાએ તેવર બતાવવા માંડ્યા, શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે મુખ્યમંત્રી પદને લઈને ભાજપ સાથે વાતચીત કરાશે. 
- હરિયાણામાં આદમનગર બેઠકથી ભાજપના ઉમેદવાર અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગટ 20 હજાર મતોથી પાછળ
- હરિયાણામાં ત્રિશંકુ વિધાનસભાના આસાર, મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને દિલ્હીનું તેડું

— ANI (@ANI) October 24, 2019

- જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા હરિયાણાની ઉચાના કલન સીટ પરથી આગળ.
- પરલીથી એનસીપીના ધનંજય મુંડે આગળ 
- મહારાષ્ટ્રના ભોકરથી પૂર્વ સીએમ અશોક ચૌહાણ આગળ
- ગોરેગાંવથી ભાજપના વિદ્યા ઠાકુર આગળ.

— ANI (@ANI) October 24, 2019

- હરિયાણા પંચકૂલાથી કોંગ્રેસના ચંદ્રમોહન પાછળ 
- હરિયાણામાં દાદરીથી ભાજપના બબીતા ફોગટ આગળ
- સરકાર બનાવવા માટે કોંગ્રેસે જેજેપીને સંપર્ક કર્યો-સૂત્ર
- હરિયાણા- ગઢી સાંપલા કિલ્લોઈથી કોંગ્રેસના ભૂપેન્દ્રસિંહ હુડ્ડા આગળ
- જેજેપીના દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે હરિયાણામાં કોંગ્રેસ-ભાજપ કોઈને બહુમત મળશે નહીં. સત્તા બનાવવામાં જેજેપી  કિંગમેકરની ભૂમિકામાં રહેશે. 
- હરિયાણામાં પૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ કહ્યું કે કોંગ્રેસને પૂર્ણ બહુમત મળશે. 
- હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જેજેપી પાસે સત્તાની ચાવી.

— ANI (@ANI) October 24, 2019

- હરિયાણાના અંબાલા કેન્ટથી અનિલ વીજ આગળ  
- મહારાષ્ટ્ર  બાન્દ્રા વેસ્ટથી ભાજપના આશિષ સેલાર આગળ
- મહારાષ્ટ્ર પરલી બેઠક પરથી પંકજા મુંડે આગળ
- મહારાષ્ટ્ર શોલાપુરથી પ્રણતિ શીંદે આગળ. 
- હરિયાણાના કરનાલથી સીએમ મનોહરલાલ ખટ્ટર આગળ. 
- હરિયાણા કેથલથી કોંગ્રેસના રણદીપ સુરજેવાલા આગળ.
- નાગપુર  પશ્ચિમ બેઠક પરથી ભાજપના દેવેન્દ્ર ફડણવીસ આગળ છે. 

— ANI (@ANI) October 24, 2019

- વરલી બેઠક પરથી શિવસેનાના આદિત્ય ઠાકરે આગળ છે. 
- હરિયાણામાં દુષ્યંત ચૌટાલાએ કહ્યું ભાજપ કે કોંગ્રેસ 40 પાર નહીં કરે, સત્તાની ચાવી જેજેપી પાસે રહેશે. 
- શરૂઆત બેલેટ પેપરની ગણતરીથી થઈ છે. જેમાં બંને રાજ્યોમાં ભાજપ આગળ જોવા મળી રહ્યો છે. 
- સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી અને ગુજરાતની 6 વિધાનસભા બેઠકો સહિત 51 બેઠકોની પેટાચૂંટણીના પણ આજે પરિણામ છે. 

મહારાષ્ટ્ર વિધાનસભાઃ 
મહારાષ્ટ્રમાં સવારે 8 કલાકે વિધાનસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠક માટે કુલ 3,237 ઉમેદવાર મેદાનમાં છે, જેમાં 235 મહિલા ઉમેદવાર છે. ભાજપના 164, શિવસેનાના 124, કોંગ્રેસના 147 અને એનસીપીના 121 ઉમેદવાર મેદાનમાં છે. 2014ની ચૂંટણીમાં ભાજપે 122 સીટ જીતી હતી, જ્યારે શિવસેનાએ 63 સીટ જીતી હતી. કોંગ્રેસે 42 અને શરદ પવારની એનસીપીએ 41 સીટ પર વિજય મેળવ્યો હતો. 

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાઓ 
વર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (નાગપુર દક્ષિણ પશ્ચિમ સીટ), પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ(ભોકાર) અને પૃથ્વીરાજ ચૌહાણ(કરાડ), આદિત્ય ઠાકરે (વર્લી), અજીત પવાર(બારામતી).   

જુઓ LIVE TV

હરિયાણા વિધાનસભાઃ 
હરિયાણામાં સવારે 8 કલાકે વિધાનસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે. હરિયાણા વિધાનસભાની 90 સીટ માટે 1,196 ઉમેદવાર મેદાનમાં છે, જેમાં 105 મહિલાઓ છે. 2014ની ચૂંટણીમાં ભાજપે 47 સીટ પર વિજય મેળવ્યો હતો, જ્યારે કોંગ્રેસના હાથે માત્ર 15 સીટ આવી હતી. ઈન્ડિયન નેશનલ લોક દલે 19 અને હરિયાણા જનહિત પાર્ટીએ બે સીટ જીતી હતી. બહુજન સમાજ અને શિરોમણી અકાલી દલનો માત્ર 1 સીટ પર વિજય થયો હતો અને 5 અપક્ષ ઉમેદવાર ચૂંટાયા હતા. 

હરિયાણાના દિગ્ગજ નેતાઓ
વર્તમાન મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, પૂર્વ કોંગ્રેસ સીએમ ભુપિંદર સિંહ હૂડા, જેજપી લીટર દુષ્યંત ચૌટાલા, આઈએનએલડીના નેતા અભય સિંહ ચૌટાલા. આ ઉપરાંત ભાજપે રેસલર બબિતા ફોગાટ અને યોગેશ્વર દત્ત, પૂર્વ હોકી ખેલાડી સંદીપ સિંઘ અને ટીકટોક સ્ટાર સોનાલી ફોગાટને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 

51 વિધાનસભાની પેટા ચૂંટણી 
મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની સાથે-સાથે દેશના જુદા-જુદા રાજ્યોમાં ખાલી પડેલી વિધાનસભાની 51 બેઠકોની મતગણતરી પણ હાથ ધરવામાં આવશે. જેમાં ઉત્તર પ્રદેશની 11, ગુજરાતની 6, બિહારની 5, આસામની 4 અને હિમાચલ પ્રદેશ તથા તમિલનાડુની 2-2 સીટનો સમાવેશ થાય છે. ઉપરોક્ત તમામ રાજ્યોમાં ભાજપ અને તેનું ગઠબંધન સત્તામાં છે. આ ઉપરાંત, પંજાબ-4, કેરળ-5, સિક્કિમ-3, રાજસ્થાન2 અને અરુણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, પોડુચેરી, મેઘાલય અને તેલંગાણાની 1-1 સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. 

લોકસભા સીટ પેટા ચૂંટણી
મહારાષ્ટ્રની સતારા અને બિહારની સમસ્તીપુર લોકસભા સીટ માટે પેટાચૂંટણી યોજાઈ હતી. તેનું પરિણામ પણ 24 ઓક્ટોબરના રોજ આપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news