મહારાષ્ટ્ર: મહાવિકાસ આઘાડીને મોટો ઝટકો, ધુલે-નંદુરબાર local body by-election માં ભગવો લહેરાયો
મહારાષ્ટ્ર (Maharashtra) માં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક પેટાચૂંટણી (local body by-elections) માં સત્તાધારી શિવસેનાને મોટો આંચકો લાગ્યો છે. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ધુલે અને નંદુરબારમાં જીત મેળવી છે.
નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra) માં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક પેટાચૂંટણી (local body by-elections) માં સત્તાધારી શિવસેનાને મોટો આંચકો લાગ્યો છે. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ ધુલે-નંદુરબાર વિધાન પરિષદ પેટાચૂંટણીમાં ભવ્ય જીત મેળવી છે. જ્યારે શિવસેનાના નેતૃત્વવાળા મહાવિકાસ આઘાડી ગઠબંધનને હારનો સામનો કરવો પડ્યો છે.
મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના ધુલે-નંદુરબાર વિધાન પરિષદ પેટાચૂંટણી ( Legislative Council By-election) ના પરિણામ આવી ગયા છે. આ પેટા ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીને મોટો ઝટકો મળ્યો છે. ભાજપના ઉમેદવારે પેટાચૂંટણીમાં હરિફ ઉમેદવારને સજ્જડ હારનો સામનો કરાવ્યો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube