મહારાષ્ટ્ર: 155-165 સીટો પર લડી શકે છે ભાજપ, શું શિવસેના બનશે જૂનિયર પાર્ટનર?
પાર્ટી જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 દૂર કરતાં, દુનિયાભરમાં ભારતના વધતા જતા કદ અને રાષ્ટ્રવાદના મુદ્દા પર વિપક્ષને ઘેરીને ભાજપે પોતાની તાકાત વધારી દીધી છે. બીજી તરફ શિવસેના પોતાના યુવા ચહેરા આદિત્ય ઠાકરેને રાજકારણમાં ઉતારવા માટે યાત્રાનું આયોજન કરી પાર્ટીમાં નવો પ્રાણ ફૂંકવાનો પ્રયત્ન કર્યો છે.
મુંબઇ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 (Maharashtra Assembly Elections 2019)માં સીટોની વહેંચણી અને ગઠબંધનને લઇને ભાજપ અને શિવસેના વચ્ચે એવું લાગે છે કે સહમતિ બની ગઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેના 288 વિધાનસભા સીટોમાંથી 120-125 સીટો પર ચૂંટણી લડવા માટે માની ગઇ છે. જોકે હજુ વિધિવત એલાન બાકી છે.
ફિફ્ટી-ફિફ્ટી ફોર્મૂલા પર વાત બની નહી
શિવસેના અત્યાર સુધી ભાજપ સમક્ષ પૂર્વ ગઠબંધનને લઇને ફિફ્ટી-ફિફ્ટી ફોર્મૂલાની શરત રાખવામાં આવી છે. ભાજપ પર દબાણ બનાવવા માટે તેણે બધી 288 વિધાનસભા ક્ષેત્રમાં ઇચ્છુક ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પણ શરૂ કરી દીધા હતા. શિવસેનાએ મુખ્યમંત્રી દેવેંદ્વ ફડણવીસની નાગપુર સીટ પર પણ શિવસેનાના ઇચ્છુક ઉમેદવારોના પણ ઇન્ટરવ્યૂ લેવાનું શરૂ કર્યું હતું.
હ્યુસ્ટનમાં નવી કેમિસ્ટ્રી, નવી હિસ્ટ્રીઃ આતંકીઓને શરણ આપનારા પાકિસ્તાનનો થયો પર્દાફાશ
ભાજપ પણ બધા 288 બધી જ સીટો માટે ઉમેદવારોની પસંદગીમાં જોડાઇ ગઇ હતી. જોકે રકઝક બાદ શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધનને લઇને વાત બની ગઇ છે. નવા ફોર્મ્યૂલા મુજબ શિવસેનાના કોટામાં 120-125 સીટો આવવાની સંભાવના છે. ભાજપ 155-165 સીટો પર ઉમેદવાર ઉતારી શકે છે. બાકી બચેલી સીટો પર એનડીએના નાના સહયોગી દળોના ભાગે આવશે, ફોર્મૂલા પર મંગળવારે અંતિમ મોહર લગાવવામાં આવશે.
ગૃહમંત્રીનો દેશવાસીઓ માટે મલ્ટીપર્પઝ કાર્ડ તરફ ઈશારો, 2021ની વસતીગણતરી ડિજિટલી થશે
પાર્ટી જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 દૂર કરતાં, દુનિયાભરમાં ભારતના વધતા જતા કદ અને રાષ્ટ્રવાદના મુદ્દા પર વિપક્ષને ઘેરીને ભાજપે પોતાની તાકાત વધારી દીધી છે. બીજી તરફ શિવસેના પોતાના યુવા ચહેરા આદિત્ય ઠાકરેને રાજકારણમાં ઉતારવા માટે યાત્રાનું આયોજન કરી પાર્ટીમાં નવો પ્રાણ ફૂંકવાનો પ્રયત્ન કર્યો છે. શિવસેનાએ અયોધ્યામાં શ્રીરામ મંદિર અને નવા મોટર વ્હીકલ એક્ટ જેવા મુદ્દાઓને હવા આપીને સહયોગી ભાજપ પર ખાસ દબાણ પણ બનાવ્યું હતું.
અકબરના નવ રત્નમાં સામેલ આ રાજાના વંશજની અત્યારે દયનીય સ્થિતિ, મહેલ પર ભાડૂઆતોનો કબ્જો
જોકે વડાપ્રધાન નરેંદ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે મહારાષ્ટ્રમાં ભાજપની ફરીથી સરકાર બનશે. નવી સરકારના મુખિયા પણ મુખ્યમંત્રી દેવેંદ્વ ફડણવીસ જ હશે. જોકે હવે પ્રશ્ન એ છે કે ભાજપ અને શિવસેના વચ્ચે આ ગઠબંધનમાં સામેલ નાના સહયોગી દળનું વલણ અને તેમને મનાવવાનો પેંચ શિવસેના અને ભાજપના ગઠબંધને ઉકેલવાનો પડકાર છે. મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરના રોજ મતદાન છે. 24 ઓક્ટોબરના રોજ ચૂંટણીના પરિણામ આવશે.