મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેના અઢી વર્ષ માટે પોતાના મુખ્યમંત્રીની માગણી પર મક્કમ છે. આવામાં ભાજપે સરકાર બનાવવા માટે પ્લાન બી તૈયાર કરી લીધો છે. ભાજપના રાજ્યસભા સાંસદ સંજય કાકડેએ દાવો કર્યો છે કે શિવસેનાના 56માંથી 45 ધારાસભ્યો અલગ પાર્ટી બનાવીને ભાજપને સપોર્ટ કરવા માટે તૈયાર છે. ઝી મીડિયાની ચેનલ 24 તાસના ડિબેટ શોમાં કાકડેએ દાવો કર્યો કે શિવસેનાના 56માંથી 45 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. તેઓ ફોન કરી રહ્યાં છે અને સરકાર બનાવવા માટે ભલામણ કરી રહ્યાં છે. તેઓ કહે છે કે ભાજપ તેમનો સપોર્ટ લઈ લે. જેને ભાજપના 'પ્લાન બી' હેઠળ પ્રેશર પોલીટિક્સ તરીકે જોવામાં આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર: શિવસેનાના નખરાથી અમિત શાહ ખુબ નારાજ, સરકારનો રોડમેપ તૈયાર કરવા નડ્ડા પહોંચશે મુંબઈ!


ભાજપે નક્કી કરી લીધુ છે કે તે શિવસેનાની શરતો આગળ નમશે નહીં. આ સાથે જ શિવસેના સામે 31 ઓક્ટોબર સુધી સમયમર્યાદા નક્કી કરી લીધી છે. આ સમયમર્યાદાની અંદર જો શિવસેના નહીં માને તો ભાજપ પ્લાન બી અજમાવશે. 


પ્લાન બી હેઠળ ભાજપે નક્કી કર્યું છે કે શિવસેનાની સાથે કે શિવસેના વગર તે રાજ્યપાલ પાસે જઈને સરકાર બનાવવાનો દાવો રજુ કરશે. આ સાથે જ પોતાની જોડે નાની પાર્ટીઓ અને અપક્ષોના સમર્થન લેટર પણ લઈ જશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...