બુલઢાણામાં મધરાતે મોટી દુર્ઘટના, બસમાં 26 મુસાફરો જીવતા ભૂંજાયા, ટાયર ફાટ્યા બાદ પલટી ગઈ હતી ગાડી
Buldhana Accident: મહારાષ્ટ્રના બુલઢાણામાં સિંદખેડમાં મોટી દુર્ઘટના ઘટી છે. એક પ્રાઈવેટ બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. અનેક લોકોના બસમાં જીવતા ભૂંજાઈને મોત થયા છે. મોતનો આંકડો હાલ 26 સુધી પહોંચ્યો છે. લગભગ 33 જેટલા મુસાફરો આ બસમાં હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે.
Buldhana Accident: મહારાષ્ટ્રના બુલઢાણામાં સિંદખેડમાં મોટી દુર્ઘટના ઘટી છે. એક પ્રાઈવેટ બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. અનેક લોકોના બસમાં જીવતા ભૂંજાઈને મોત થયા છે. મોતનો આંકડો હાલ 26 સુધી પહોંચ્યો છે. લગભગ 33 જેટલા મુસાફરો આ બસમાં હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. અત્રે જણાવવાનું કે આ ઘટના બુલઢાણાના સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર ઘટી.
બસમાં સવાર 26 લોકોના મોત
બુલઢાણાના ડેપ્યુટી એસપી બાબુરાવ મહામુનિએ કહ્યું કે બુલઢાણામાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર 33 મુસાફરોને લઈને જઈ રહેલી બસમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 26 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને બુલઢાણાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ રહ્યા છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube