નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણની બેકાબૂ ગતિ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે રાત્રે રાજ્યની જનતાને સંબોધિત કરતા કહ્યુ કે, પાછલા વર્ષની જેમ આ વખતે પણ કોરોનાનો એક થઈ મુકાબલો કરીશું. તેમણે કહ્યું કે, રાજ્યમાં વધુ આકરુ લૉકડાઉન લગાવવાની જરૂર નથી કારણ કે લોકો પ્રતિબંધોનું પહેલાથી વધુ કડક રીતે પાલન કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીએ કહ્યુ કે, આપણે કોરોના મહામારીના પ્રસારને અટકાવવાનું કામ પ્રતિબંધો અને લૉકડાઉન દ્વારા કરી રહ્યાં છીએ. અમારૂ તે માનવુ છે કે રાજ્યમાં 10 લાખ એક્ટિવ કોરોનાના કેસ હોઈ શકે છે. પરંતુ અત્યાર સુધી રાજ્યમાં 7 લાખ સક્રિય દર્દી છે. 


તેમના તરફથી રાજ્યની જનતાને તે સંબોધન તેવા સમયે આવ્યું જ્યારે એક દિવસ બાદ 1 મેથી વેક્સિનેશનના ચોથા તબક્કાની શરૂઆત થઈ રહી છે. પરંતુ રાજ્ય સરકારે વેક્સિનની કમીનો હવાલો આપી તેને શરૂ કરવામાં અસમર્થતા દર્શાવી છે. 


આ પણ વાંચોઃ 60 સેકન્ડમાં ખતમ થશે Coronavirus! માર્કેટમાં લોન્ચ થયું Herbal Mouth Sanitizer


15 દિવસ માટે મહારાષ્ટ્ર સરકારે વધાર્યા પ્રતિબંધો
આ પહેલા મહારાષ્ટ્ર સરકારે ગુરૂવારે લૉકડાઉન જેવા પ્રતિબંધોને 15 મે સુધી વધારી દીધા હતા. જેથી રાજ્યમાં કોરોના વાયરસ મહામારીના પ્રસાર પર પ્રતિબંધ લગાવી શકાય. મુખ્ય સચિવ સીતારામ કુંટે તરફથી જારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે પ્રતિબંધ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કારણ કે રાજ્યમાં કોરોનાનો ખતરો બનેલો છે. 


તેમણે કહ્યું કે, ઇમરજન્સી ઉપાય જારી રાખવા અનિવાર્ય છે જેથી વાયરસના પ્રસારને રોકી શકાય. લોકોની અવરજવર અને અન્ય ગતિવિધિઓ પર પ્રતિબંધ આ મહિનાની શરૂઆતમાં લગાવવામાં આવ્યા હતા. જે એક મે સવારે સાત કલાક સુધી હતી. સીઆરપીસીની કલમ 144 પણ રાજ્યમાં લાગૂ છે. એક સ્થળ પર પાંચ કે વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે. પ્રતિબંધોમાંથી જરૂરી સેવાઓને મુક્તિ આપવામાં આવી છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube