60 સેકન્ડમાં ખતમ થશે Coronavirus! માર્કેટમાં લોન્ચ થયું Herbal Mouth Sanitizer

વાયરસના વિષાણુ મોઢા-નાક દ્વારા ફેફસા સુધી પહોંચી તેને નુકસાન પહોંચાડી રહ્યાં છે. જો આ વાયરસને મોઢામાં ખતમ કરી દેવામાં આવે તો ન તે છાતીને સંક્રમિત કરી શકશે, ન થૂક દ્વારા બહાર નિકળીને લોકોને બીમાર કરશે.
 

60 સેકન્ડમાં ખતમ થશે Coronavirus! માર્કેટમાં લોન્ચ થયું Herbal Mouth Sanitizer

લખનઉઃ કોરોના વાયરસ  (Coronavirus) મોઢામાંથી નિકળીને કોઈ બીજાને સંક્રમિત ન કરે, તે માટે માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું છે. તો વાયરસના વિષાણુ મોઢા-નાક દ્વારા ફેફસા સુધી પહોંચી તેને નુકસાન પહોંચાડી રહ્યાં છે. જો આ વાયરસને મોઢામાં ખતમ કરી દેવામાં આવે તો ન તે છાતીને સંક્રમિત કરી શકશે, ન થૂક દ્વારા બહાર નિકળીને લોકોને બીમાર કરશે.

60 સેકેન્ડમાં નષ્ટ થઈ જશે વાયરસ
તેને ધ્યાનમાં રાખતા ઉત્તર પ્રદેશના નિવાસી અમેરિકી વૈજ્ઞાનિકે એક હર્બલ માઉથ સેનેટાઇઝર (Herbal Mouth Sanitizer) તૈયાર કર્યુ છે. તેનો પ્રયોગ કરવાથી કોરોના વાયરસ મોઢામાં નષ્ટ થઈ જશે. તે સંપૂર્ણ રીતે પ્રાકૃતિક છે. તેમાં કોઈ પ્રકારનું કેમિકલ મિક્સ કરવામાં આવ્યું નથી. સિદ્ધાર્થનગરના બાંસીના મૂળ નિવાસી અને અમેરિકાના મેરીલેન્ડમાં યૂનિફામ્રડ સર્વિસ આફ હેલ્થ સાયન્સમાં વૈજ્ઞાનિક સહાયક પ્રોફેસર ડો. શાશ્વત શરદ શ્રીવાસ્તવે એવું હર્બલ સેનેટાઇઝર બનાવ્યું છે, જેનાથી 60 સેકેન્ડ સુધી કોગળા કરવા પર કોરોના વાયરસ નષ્ટ થઈ જાય છે. 

4-5 કલાક રહેશે કોગળાની અસર
શ્રીવાસ્તવે જણાવ્યુ કે, તેમણે આ હર્બલ સેનેટાઇઝર બિરલા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ હૈદરાબાદના પ્રોફેસર ડો. સુમન કપૂરની સાથે મળીને રાઇટશ્યોર નામના હર્બલ એન્ટીવાયરલ માઉથવોશ એન્ડ ગાર્ગલનું નિર્માણ કર્યુ છે. દવા તરીકે પ્રયોગ માટે  AIIMS જોધપુરમાં તેની ક્લીનિકલ ટ્રાયલ ચાલી રહી છે. ડો. શરદે જણાવ્યુ કે, આ માઉથવોશ મોઢાના વાયરસ, બેક્ટેરિયા અને અન્ય રોગોના કારકને નષ્ટ કરે છે. તેમાં મુલેથી, બ્રહ્મી, શતાવરી, નિગેલા, લીમડો, તુલસી, અશ્વગંધા, વરિયાળી  જેવી 24 ઔષધિઓનું અર્ક છે, જ્યારે બીજા માઉથવોશમાં સંશ્લેશિત કેમિકલ હોય છે, જેનો લાંબા સમય સુધી પ્રયોગ નુકસાનકારક હોઈ શકે છે. આ હર્બલ સેનેટાઇઝરના કોગળાની અસર ચાર-પાંચ કલાક સુધી રહે છે. 

કોરોના દર્દીઓની સારવારમાં પણ ઉપયોગી
આ હર્બલ સેનેટાઇઝર કોરોના વાયરસ સહિત અન્ય કોઈપણ વાયરસને મારવામાં સક્ષમ છે. 3ML આ માઉથવોશને 30ML પાણીમાં નાખી દિવસમાં ત્રણ-ચાર વાર 60 સેકેન્ડ સુધી કોગળા કરવાથી વાયરસ વ્યક્તિના ગળામાં ખતમ થઈ જાય છે. જેનાથી વાયરસને શરીરની અંદર જતો રોકી શકાય છે. કોરોના સંક્રમિત વ્યક્તિ પણ તેનો ઉપયોગ કરી જલદી સાજા થઈ શકે છે. એમેઝોનમાં આ રાઇટ શ્યોર ગાર્ગલ અને વન એમજીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેની કિંમત 249 રૂપિયા જેટલી છે. 

આ રીતે મનુષ્યોના શરીરમાં રહે છે કોરોના
ડો. શાશ્વતે જણાવ્યુ કે, કોવિડ સંક્રમણ પહેલા પાંચ દિવસ સુધી જીભ અને ગળામાં રહે છે. ત્યાં ગુણાત્મક વૃદ્ધિ કર્યા બાદ ફેફસાને સંક્રમિત કરી ગંભીર સંકટ પેદા કરે છે. આ હર્બલ સેનેટાઇઝરમાં મુખ્ય માત્રામાં સૈપોનિન છે, જે વાયરસના વસીય આવરણને નષ્ટ કરે છે. તેનાથી વાયરસનો લોડ ઓછો થાય છે અને શ્વાસ લેવામાં સંક્રમણની આશંકા ઘટાડે છે. વાયરસનું આવરણમાં મળતા એક ગ્લાઇકોપ્રોટીનમાં મૈનોસ અને મેનન ગ્લાયકન હોય છે, જેનાથી સેનેટાઇઝરના તત્વ ઝડપથી ક્રિયા કરે છે. તેવામાં કોરોના વાયરસ માનવ કોશિકામાં જોડાઈ શકતો નથી અને તે નિષ્ક્રિય થઈ જાય છે. તેથી શ્વાસ દ્વારા બહાર આવ્યા બાદ પણ વ્યક્તિને સંક્રમિત કરી શકતો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news