મુંબઈઃ શિવસેના નેતા એકનાથ શિંદેના બળવા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઉભુ થઈ ગયું છે. મહારાષ્ટ્રની સત્તામાં રહેલી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ અઘાડી સરકાર સામે ખતરો ઉભો થયો છે. શિવસેના સામે બળકો કરનાર એકનાથ શિંદે ધારાસભ્યો સાથે ગુવાહાટીમાં છે. આ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ફેસબુકના માધ્યમથી જનતાને સંબોધિત કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદ્ધવ ઠાકરે સંબોધન અપડેટ્સ


હું ફરીથી લડીશઃ ઉદ્ધવ ઠાકરે
હું મારૂ રાજીનામુ આપવા માટે તૈયાર છું. મારી સામે આવો હું મારૂ રાજીનામુ આપી દઈશ. તે રાજીનામુ રાજભવન લઈ જાય, હું ન જઈ શકું કારણ કે મને કોવિડ છે. હું ફરીથી લડીશ. મને કોઈ વાતનો ડર નથી. મારી પાસે તે લોકો માટે પણ બધા જવાબ છે જે કહે છે કે આ બાલાસાહેબની શિવસેના નથી. કેટલાક લોકો કહે છે કે આ બાલાસાહેબની સેના નથી. હું શિવસેના પ્રમુખનું પદ છોડવા માટે પણ તૈયાર છું, પરંતુ જે લોકો મને નથી ઈચ્છતા તેણે સામે આવી વાત  કરવી જોઈએ. 


હું ઈચ્છુ છું કે કોઈ શિવસૈનિક સીએમ બનેઃ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હું ઈચ્છુ છું કે કોઈ શિવસૈનિક જ મુખ્યમંત્રી બને. જો કોઈને લાગે છે કે હું મુખ્યમંત્રી ન રહુ તો હું તત્કાલ પદ છોડવા માટે તૈયાર છું. બસ એકવાર આવીને મને મળે અને કહે. હું દરેક શિવસૈનિકને તે કહેવા ઈચ્છુ છું. છેલ્લા અઢી વર્ષમાં મને જે પ્રેમ મળ્યો તે લગભગ ક્યારેય મળ્યો હશે. 

રાજીનામુ આપવા તૈયાર છુંઃ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે હું મારૂ રાજીનામુ તૈયાર કરી દઉ છું. એકવાર તે ધારાસભ્યો આવે અને કહે કે તે મને સીએમ પદે જોવા માંગતા નથી. આ મારી કોઈ મજબૂરી નથી. આવા ઘણા પડકારો મેં જોયા છે. અમારી સાથે હજારો શિવસેના કાર્યકર્તા છે. આજે હું કોઈ પડકારથી ડરતો નથી. જેને તેમ લાગે છે કે હું શિવસેનાનું નેતૃત્વ નથી કરી શકતો તો હું શિવસેનાનું પ્રમુખ પદ છોડવા પણ તૈયાર છું. 

મને સીએમ બનવાની લાલચ નથીઃ ઠાકરે
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે કોંગ્રેસ અને એનસીપી એકવાર કહે કે તે મને સીએમ જોવા માંગતા નથી, તો હું માની શકું. આજે સવારે કમલનાથ અને શરદ પવાર કોલ કર્યો અને કહ્યું કે તેમને મારા પર વિશ્વાસ છે. પરંતુ હવે હું શું કરુ? જ્યારે કોઈ અમારૂ તેમ કહે કે મને સીએમ પદે જોવા માંગતા નથી. જો કોઈ એક ધારાસભ્ય મને સામે કહે કે મને સીએમ પદે જોવા માંગતા નથી. તો હું મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર છું. પરંતુ તેને સુરત જવાની શું જરૂર હતી. એક તરફ તે કહેતા હતા કે શિવસેના સામે ગદ્દારી કરતા નથી અને બીજી તરફ આ કરવું યોગ્ય નથી. 


2014 બાદ નવી શિવસેનાએ ચૂંટણી જીતી હતીઃ ઠાકરે
શિવસેના હિન્દુત્વ વગર ન રહી શકે. હું હોસ્પિટલથી સતત કામ કરતો રહ્યો. 2014 બાદ નવી શિવસેનાએ ચૂંટણી જીતી હતી. જનતાની મદદથી મને મુખ્યમંત્રી બનવાની તક મળી. 

હિન્દુત્વ અને શિવસેના એક સિક્કાની બે બાજુઃ ઉદ્ધવ
ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે જે રીતે કોરોનાનું સંકટ આવ્યું હતું, ત્યારે મારી પાસે વધુ અનુભવ નહોતો. ત્યારે જે પણ સર્વે આવી રહ્યાં હતા, તેમાં દેશના ટોપ-5 મુખ્યમંત્રીઓમાં રહેવાના આશીર્વાદ મને મળ્યા હતા. પરંતુ હું આજે કોરોના નહીં બીજો મુદ્દો લઈને આવ્યો છું. ઠાકરેએ કહ્યુ કે, પાછલા દિવસોમાં અમે રામ મંદિરનો પ્રવાસ કર્યો હતો. તે દરમિયાન એકનાથ શિંદે અમારી સાથે હતા. બાલાસાહેબ ઠાકરેના મૃત્યુબાદ અમે 2014ની ચૂંટણી પોતાના દમ પર લડી અને હિન્દુત્વના મુદ્દા પર સફળતા હાસિલ કરી હતી. શિવસેના અને હિન્દુત્વ એક સિક્કાના બે પાસા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube