PM Narendra Modi સાથે મુલાકાત કરશે CM ઉદ્ધવ ઠાકરે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ દરમિયાન મરાઠા અનામત અને વાવાઝોડા રાહત ઉપાયો માટે ફાઈનાન્શિયલ હેલ્પ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ દરમિયાન મરાઠા અનામત અને વાવાઝોડા રાહત ઉપાયો માટે ફાઈનાન્શિયલ હેલ્પ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.
ગૃહમંત્રી દિલિપ વાલસે પાટિલે આપી જાણકારી
મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલિપ વાલસે પાટિલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત અંગે જાણકારી આપી. આ પ્રસ્તાવિત બેઠકના એક મહિના કરતા પણ વધુ સમય અગાઉ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં નોકરીઓ અને શિક્ષણમાં મરાઠા સમુદાયના લોકોને અનામ આપવા સંબંધિત 2018 નો અનામત કાયદો રદ કર્યો હતો.
બધા દેશવાસીઓને મળશે ફ્રી રસી, કેન્દ્ર સરકાર લેશે તમામ જવાબદારીઃ PM મોદીની મોટી જાહેરાત
અજીત પવાર અને ચૌહાણ સાથે હશે
વાલસે પાટિલે કહ્યું કે પ્રધાનમંત્રી સાથે બેઠક દરમિયાન મરાઠા અનામત, તૌકતે વાવાઝોડા રાહત ઉપાયો માટે નાણાકીય સહાયતા, જીએસટી રિફંડ જેવા વિષયો પર ચર્ચા કરશે. સૂત્રોના જણાવ્યાં મુજબ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને લોકનિર્માણ મંત્રી અશોક ચૌહાણ પણ આ મુલાકાત દરમિયાન ઠાકરેની સાથે રહેશે.
પવારે ઠાકરે સાથે કરી હતી મુલાકાત
અત્રે જણાવવાનું કે લોક નિર્માણ મંત્રી અશોક ચૌહાણ મરાઠા અનામત પર મંત્રીમંડળની પેટાસમિતિના પ્રમુખ છે. આ બધા વચ્ચે એનસીપીના પ્રમુખ શરદ પવારે સોમવારે સાંજે ઠાકરે સાથે મુલાકાત કરી હતી. ગત પખવાડિયામાં પવારની ઠાકરે સાથે આ બીજી બેઠક હતી.
(અહેવાલ-સાભાર ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube