Maharashtra: સરકાર પર સંકટ? NCP બાદ હવે કોંગ્રેસે બોલાવી તાબડતોબ હાઈ લેવલ મીટિંગ
મહારાષ્ટ્ર (Maharashtra) માં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે મહાવિકાસ આઘાડી સરકાર પર વિપક્ષ નિશાન સાધી રહ્યો છે. ભાજપ સતત મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh) ના રાજીનામાની માગણી કરી રહ્યો છે. આ બધા વચ્ચે સરકારના સાથી પક્ષોની બેઠકનો દોર ચાલુ છે. એનસીપી બાદ હવે કોંગ્રેસમાં પણ હાઈલેવલ મીટિંગ થઈ છે. કોંગ્રેસની આ બેઠકમાં રાજ્યના તમામ હાલાત પર ચર્ચા થઈ છે.
નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra) માં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે મહાવિકાસ આઘાડી સરકાર પર વિપક્ષ નિશાન સાધી રહ્યો છે. ભાજપ સતત મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh) ના રાજીનામાની માગણી કરી રહ્યો છે. આ બધા વચ્ચે સરકારના સાથી પક્ષોની બેઠકનો દોર ચાલુ છે. એનસીપી બાદ હવે કોંગ્રેસમાં પણ હાઈલેવલ મીટિંગ થઈ છે. કોંગ્રેસની આ બેઠકમાં રાજ્યના તમામ હાલાત પર ચર્ચા થઈ છે.
કોંગ્રેસે માંગ્યો રિપોર્ટ
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી મહારાષ્ટ્રના પ્રભારી એચ કે પાટીલે કહ્યું કે મહારાષ્ટ્ર સીએલપી નેતા, પીસીસી અધ્યક્ષ અને મહારાષ્ટ્રના કોર ગ્રુપના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી એક બેઠક આયોજિત કરી છે. તેમણે કહ્યું કે સ્થિતિની સમીક્ષા કરાઈ રહી છે અને સ્થિતિ પર રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
Mansukh Hiren Death Case: મનસુખ હિરેનની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો ATS એ કેવી રીતે એક એક તાર જોડ્યા
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube