નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજય બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડવાની જીત કરી રહેલા રાહુલ ગાંધીના કડક વલણ બાદ પાર્ટીમાં નેતાઓનાં ધડાધડ રાજીનામા પડી રહ્યા છે. શનિવારે મહારાષ્ટ્રનાં મોટા ખેડૂત નેતાએ પોતાનાં પદ પરથી રાજીનામું આપી દીધું. કિસાન કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ લોકસભા ચૂંટણી 2019માં પાર્ટીનાં પરાજયની જવાબદારી સ્વિકારતા પોતાનાં પદ પરથી રાજીનામું ધરી દીધું. હિમાચલ પ્રદેશનાં કોંગ્રેસ અધ્યક્ષે પણ રાજીનામું ધરી દીધું હતું. રાહુલનાં આવાસ પર ચાલી રહેલી મીટિંગમાં છત્તીસગઢનાં કોંગ્રેસ અધ્યક્ષ પીએલ પુનિયાએ પણ રાજીનામું ધરી દીધું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ પહેલીવાર અમેરિકા જશે પાક.PM ઇમરાન
અખિલ ભારતીય કિસાન કોંગ્રેસનાં અધ્યક્ષ નાના પટોલેએ રાજીનામું આપી દીધું છે. તેમણે પરાજયની જવાબદારી સ્વિકારતા રાજીનામું આપ્યું છે. નાના પટોલેનું કહેવું છે કે હવે તેઓ કોંગ્રેસ કાર્યકર તરીકે કામ કરવા માંગે છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી મુદ્દે રાહુલ ગાંધીનાં 12 તુગલક લેન પર મીટિંગ ચાલુ થઇ. મહારાષ્ટ્ર કોંગ્રેસનાં તમામ નેતાઓ મીટિંગમાં હાજર હતા. આ મીટિંગમાં કર્ણાટક કોંગ્રેસનાં વરિષ્ઠ મલ્લિકાર્જુન ખડગે, અશોક ચવ્હાણ, કે.સી વેણુગોપાલ, પૃથ્વીરાજ ચવ્હાણ, વિજય વડ્ડેટ્ટીવાર, નાના પટોલે હાજર રહ્યા. 


છત્તીસગઢ: મદરેસાની લાલચે મુંબઇ લવાઇ રહ્યા હતા 13 બાળકો, તસ્કરીની આશંકા
કોંગ્રેસ પ્રવક્તા વિકાસ ચૌધરી હત્યાકાંડમાં મહિલા સહિત 2ની ધરપકડ, મુખ્ય આરોપીની શોધ ચાલુ
અત્રે ઉલ્લેખનીય છે કે, 2014માં નાના પટોલે ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતીને આવ્યા હતા. જો કે ઝડપથી તેમની પાર્ટી હાઇકમાન્ડ સાથે મતભેદ ઉભરીને સામે આવી ગયા. ત્યાર બાદ તેમણે સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું. લોકસભા ચૂંટણી 2019 પહેલા તેઓ કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. ત્યાર બાદ કોંગ્રેસે તેમને નાગપુર લોકસભા સીટથી નીતીન ગડકરીની સામે ઉતારી દીધા. જો કે તમામ દાવાઓ છતા તેઓ નાગપુરથી ચૂંટણી હારી ગયા. હવે તેમણે પોતાનાં રાજીનામાની રજુઆત કરી છે.